ગુજરાતમાં હજુ વધશે ગરમી, રાજ્યના પાંચ શહેરમાં પારો 44 ડિગ્રીને પાર, 46 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર
વધતી જતી ગરમીને લીધે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી બીમાર પડનારાઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો સતત નવી સપાટી વટાવી રહ્યો છે. અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં બે દિવસ યલો એલર્ટ રહેશે. તો ગુરૂવારે રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 46 ડિગ્રી સાથે ગુરૂવારે સુરેંદ્રનગર રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર બન્યું હતુ. તો અમદાવાદમાં પણ ગરમીનો પારો 45.2 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.
અમદાવાદમાં સતત બીજા દિવસે બપોરના સમયે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદમાં હજુ આગામી રવિવાર સુધી ગરમીનો પારો 45 ડિગ્રીને આસપાસ રહે તેવી શક્યતા છે. કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે આજે અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના અલગ અલગ શહેરોમાં ગુરૂવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો સુરેંદ્રનગરમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો અમદાવાદમાં ગરમીનો પારો 45.2 સુધઈ પહોંચી ગયો હતો. પાટનગર ગાંધીનગરમાં ગરમીનો પારો 44.9 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો અમરેલીમાં ગરમીનો પારો 44.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. રાજકોટમાં ગરમીનો પારો 44.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો ડિસામાં ગરમીનો પારો 43.2 ડિગ્રી પહોંચ્યો હતો.
કંડલા એયરપોર્ટ પર 42.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો ભૂજમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 42.1 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો વડોદરામાં ગરમીનો પારો 41.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ભાવનગરમાં ગરમીનો પારો 40.7 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો કંડલા પોર્ટ પર ગરમીનો પારો 40.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.
ગરમી વધતા બીમારી વધી
વધતી જતી ગરમીને લીધે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી બીમાર પડનારાઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સોલા સિવિલમાં સામાન્ય રીતે દરરોજ 800થી 850 ઓપીડી હોય છે. જે હવે વધીને 1100થી વધુ થઈ ગઈ છે. મોટા ભાગના દર્દીઓ ઝાડા-ઉલ્ટીના હોય છે. બાળકોને પણ ગરમીની સૌથી અસર નડી રહી છે. સોલા સિવિલમાં ગરમીને લીધે સારવાર માટે આતા 40થી 45 ટકા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.