અંડરવર્લ્ડથી આધ્યાત્મ સુધી: ડ્રગ માફિયા સાથે નામ જોડાયું, હવે મહાકુંભમાં મહામંડલેશ્વર બની 90ના દાયકાની બોલ્ડ અભિનેત્રી
વિવાદોથી ઘેરાયેલું જીવન, ગુમનામી બાદ આધ્યાત્મિક માર્ગ; મમતા કુલકર્ણીની નવી શરૂઆત.

Mamta Kulkarni Mahamandaleshwar 2025: 90ના દાયકાની બોલિવૂડની ગ્લેમરસ અને સફળ અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં છે. 'તિરંગા', 'ક્રાંતિવીર', 'કરણ-અર્જુન' અને 'નસીબ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરનારી મમતા હવે મહાકુંભમાં મહામંડલેશ્વર બની ગઈ છે. તેમનું નામ એક સમયે બોલિવૂડ, અંડરવર્લ્ડ અને ડ્રગ માફિયા સાથે જોડવામાં આવ્યું હતું. લાંબા સમયની ગુમનામી બાદ, તેમણે આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે.
મમતા કુલકર્ણીએ મહાકુંભમાં પિંડદાન કર્યું અને કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે લાંબી ચર્ચા બાદ તેમને મહામંડલેશ્વરનું બિરુદ આપવાની જાહેરાત કરવામાં આવી. જો કે, મમતાનું જીવન વિવાદોથી ભરેલું રહ્યું છે. તેમના પર અંડરવર્લ્ડ સાથે સંબંધો હોવાનો આરોપ પણ લાગ્યો હતો. જો કે, મમતાનું કહેવું છે કે તેઓ 2000થી તપસ્યા કરી રહ્યા છે અને તેમણે પહેલાં દીક્ષા પણ લીધી હતી.
મમતાએ બોલિવૂડમાં ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ 2002 પછી તેમની કારકિર્દીનો અંત આવ્યો. સફળ અભિનેત્રીમાંથી તેઓ વિવાદાસ્પદ વ્યક્તિત્વ બની ગયા. ત્યારબાદ તેઓ કેન્યા શિફ્ટ થઈ ગયા અને ભારતથી દૂર રહ્યા. તેમની છેલ્લી ફિલ્મ 'કભી તુમ કભી હમ' 2002માં રિલીઝ થઈ હતી.
વિવાદો સાથે ઊંડો સંબંધ
મમતા કુલકર્ણીની બોલિવૂડની સફર 1991માં શરૂ થઈ હતી. તેમણે ભારતીય અને બાંગ્લાદેશી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેઓ તેમની હોટનેસ માટે જાણીતા હતા. 1993માં સ્ટારડસ્ટ મેગેઝિન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યા બાદ તેઓ વિવાદમાં આવ્યા હતા. જેના કારણે તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
90ના દાયકામાં મમતાનું નામ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે પણ જોડાયું હતું. એવું કહેવાતું હતું કે તેમને અંડરવર્લ્ડની ભલામણથી ફિલ્મો મળતી હતી. દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ તેમને 'ચાઈના ગેટ'માં લીડ રોલ માટે કાસ્ટ કર્યા હતા, પરંતુ અંડરવર્લ્ડના દબાણને કારણે તેમને ફિલ્મમાં રાખવા પડ્યા હતા.
બાદમાં, મમતાએ દુબઈ સ્થિત ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હોવાના અહેવાલો પણ આવ્યા હતા. તેઓ 10 વર્ષ દુબઈમાં રહ્યા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું પણ કહેવાયું હતું. જો કે, મમતાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
પુનરાગમન અને આધ્યાત્મિક માર્ગ
લાંબા સમયની ગુમનામી બાદ, મમતા 2013માં ભારત પાછા ફર્યા અને 'યોગીનીની આત્મકથા' નામનું પુસ્તક લોન્ચ કર્યું. તેમણે કહ્યું હતું કે તેમનો જન્મ ભગવાન માટે થયો છે. આ વખતે મહાકુંભમાં તેઓ ફરી જોવા મળ્યા અને મહામંડલેશ્વર બન્યા.
મમતાને હવે નવું નામ મમતા નંદ ગીરી આપવામાં આવ્યું છે. તેમનું જીવન વિવાદોથી ઘેરાયેલું રહ્યું હોવા છતાં, તેમણે આધ્યાત્મિક માર્ગ અપનાવીને નવી શરૂઆત કરી છે.
આ પણ વાંચો...
ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
