શોધખોળ કરો
Advertisement
EXCLUSIVE રિયા ચક્રવર્તીની કોલ ડિટેલ્સ આવી સામે, સુશાંતના મોતના દિવસે આ વ્યક્તિ સાથે કરી એક કલાક લાંબી વાત
રિયાએ ઘર છોડ્યા બાદ સુશાંત સાથે કોઈ વાત થઈ ન હતી. 8-14 જૂનની વચ્ચે રિયા અનેક લોકો સાથે વાત થઈ હતી.
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસની સીબીઆઈ તપાસ ચાલી રહી છે ત્યારે એક મોટો ખુલાસો થયો છે. હવે એબીપી ન્યૂઝના હાથે રિયાની કિલ ડિટેલ્સ લાગીછે. તેમાં સુશાંતના મોતના એક દિવસ પહેલા સુશાંતના મોતના દિવસે અને સુશાંતના મોતના એક દિવસ બાદની ડિટેલ્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આમ તો રિયા 8 જૂને સુશાંતનું ઘર છોડીને ચાલી ગઈ હતી પરંતુ સુશાંતના પિતાએ તેની વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે.
રિયાએ ઘર છોડ્યા બાદ સુશાંત સાથે કોઈ વાત થઈ ન હતી. 8-14 જૂનની વચ્ચે રિયા અનેક લોકો સાથે વાત થઈ હતી. રિયાના ફોન પર અનેક અજાણ્યા નંબરોથથી કોલ પણ આવ્યા હતા. ત્યારે વાત કરીએ સુશાંતના મોતના દિવસ એટલે કે 14 જૂનના રોજ સવારે રિયાએ એક મહિલા સાથે 1 કલાક 7 મિનિટ સુધી લાંબી વાત કરી હતી. જે સમયે દરેક જગ્યાએ સુશાંતના મોતના બ્રેકિંગ ચાલી રહ્યા હતા ત્યારે રિયા ફોન પર કોઈ નંબર પર વાત કરી રહી હતી.
રિયા અને સુશાંતના ફોન પર અંતિમ કોલ
રિયા અને સુશાંતની વચ્ચે ફોન પર છેલ્લી વખત 5 જૂનના રોજ વાત થઈ હતી. આ દિવસે સુશાંત અને રિયા વચ્ચે ફોન પર બે વખત વાત થઈ. પ્રથમ કોલ સુશંતે રિયાને કર્યો હતો. સુશાંતે રિયાને આ કોલ સવારે 8 કલાક 19 મિનિટ પર કર્યો હતો. આ દરમિયાન બન્નેએ 1 મિનિટ 54 સેકન્ડ વાત કરી હતી. ત્યાર બાદ રિયાના ફોન પર HDFC બેંક તરફથી બે મેસેજ આવ્યા હતા. ત્યાર બાદ રિયાએ સુશાંતને 9 કલાકે 59 મિનિટે પર કોલ કર્યો. આશ્ચર્યજનક વાત એ છે કે આ દરમિયાન માત્ર 3 સેકન્ડ વાત થઈ. ફોન પર આ જ 3 સેકન્ડ હતી જેમાં રિયા અને સુશાંતે છેલ્લા વાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion