હિમેનની વિદાયથી શોકમગ્ન પરિવાર, સફેદ સાડીમાં હેમામાલિની જોવા મળી ગમગીન
ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રની ઘરે સારવાર ચાલી રહી હતી. શ્વાસ લેવામાં તકલીફને કારણે આ મહિનાની શરૂઆતમાં ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 નવેમ્બરે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી

પીઢ અભિનેતા ધર્મેન્દ્ર હવે આપણે વચ્ચે નથી રહ્યાં. આજે તેમણે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી દેશભરમાં શોકની લહેર છવાઇગઈ છે. ધર્મિન્દ્રના નિધનથી પરિવાર શોકમગ્ન છે. ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની સફેદ સાડીમાં કારમાં જોવા મળી હતી. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી, એશા દેઓલ, પણ સફેદ સૂટમાં જોવા મળી હતી, જેણે દુપટ્ટાથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો.ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રના પરિવાર, ચાહકો અને બોલિવૂડના સાથીદારો અને પ્રશંસકોની મોટી ભીડ ત્યાં એકઠી થઈ હતી. હેમા માલિની અને તેમની પુત્રીઓ, એશા દેઓલ અને આહના દેઓલ, સ્મશાનગૃહમાં પહોંચ્યા હતા, જ્યારે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જેવી હસ્તીઓ પણ ત્યાં જોવા મળી હતી. તેમના મોટા દીકરા સની દેઓલે ચિતાને અગ્નિદાહ આપ્યો હતો.ધર્મેન્દ્રનો પૌત્ર તેમના ઘરની બહાર સફેદ શર્ટ પહેરેલો જોવા મળ્યો.ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ ધર્મેન્દ્રના ઘરે ગયા હતા. આમિર મિતાભ બચ્ચન પણ ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રની ઘરે સારવાર ચાલી રહી હતી. શ્વાસ લેવામાં તકલીફને કારણે આ મહિનાની શરૂઆતમાં ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 નવેમ્બરે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. જોકે, તેમના પરિવારે જણાવ્યું હતું કે, તે સમયે તેમની તબિયત સ્થિર હતી. બીજા દિવસે, 11 નવેમ્બરે, મીડિયામાં તેમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાઈ ગયા. હેમા માલિની અને એશા દેઓલે આ માટે મીડિયા અને પાપારાઝીને ઠપકો આપ્યો હતો. 12 નવેમ્બરે, તેમના પરિવારે તેમને રજા આપી દીધી, અને તેમના અંતિમ દિવસોમાં તેઓ ઘરે સારવાર લઈ રહ્યા હતા
ધર્મેન્દ્રનો પરિવાર વિશે
ધર્મેન્દ્રએ તેમના જીવનમાં બે વાર લગ્ન કર્યા. તેમના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા, જેનાથી તેમને ચાર બાળકો છે: સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલ. ત્યારબાદ દિવંગત અભિનેતાએ 1980માં તેમની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના હેમા માલિની સાથે લગ્ન કર્યા. ધર્મેન્દ્રએ બીજા લગ્ન માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો. હેમા માલિનીથી તેમને બે પુત્રીઓ છે: ઈશા દેઓલ અને અહાના દેઓલ
300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં "શોલે", "ચુપકે ચુપકે", "સીતા ઔર ગીતા" અને "ધરમ વીર" જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.
તેમની છેલ્લી ફિલ્મ આવતા મહિને રિલીઝ થશે.
ધર્મેન્દ્ર 89 વર્ષના હોઈ શકે છે, પરંતુ તેઓ ઉદ્યોગમાં એક્ટિવ રહ્યા છે. ધર્મેન્દ્ર તાજેતરમાં "રોકી ઔર રાની કી પ્રેમ કહાની" અને "તેરી બાતોં... મેં ઐસા ઉલઝા જિયા" માં જોવા મળ્યા હતા, જ્યાં તેમણે પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેઓ અગસ્ત્ય નંદાની "ઈક્કીસ" માં પણ જોવા મળશે, જે 25 ડિસેમ્બરે રિલીઝ થશે.





















