ફાતિમા સના શેખ કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને લખ્યું કે....
ફાતિમાએ કહ્યું કે, તેમને ઘરમાં અલગ કરી દેવાઇ છે અને પ્રોટોકોલના પાલન માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બોલિવૂડ:ફાતિમાએ કહ્યું કે, તેમને ઘરમાં અલગ કરી દેવાઇ છે અને પ્રોટોકોલના પાલન માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અભિનેત્રી ફાતિમા સના શેખ (Fatima sana seikh)ને કોવિડ-19 (Covid-19)નો ટેસ્ટ કરાવ્યો છે. તે કોરોના વાયરસથી સંક્રમિત થઇ છે. સોમવારે ફાતિમાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવ્યાં બાદ ફાતિમાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે.’મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હોમ ક્વોરોન્ટાઇન છું અને પ્રોટોકોલનું પાલન કરી રહી છું.આપ બધાની શુભકામના અને ચિંતા માટે ધન્યવાદ, સુરક્ષિત રહો દોસ્તો’
ફિલ્મ દંગલમાં ફાતિમાના પિતાની ભૂમિકા અદા કરનાર અભિનેતા આમિર ખાનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત વિક્રાંત મૈસી, પરેશ રાવલ, રણબીર કપૂર, કાર્તિક આર્યન, વિક્રાંત મૈસી, મિલિંદ સોમન, આર માધવન, રોહિત સરાફ, સતીષ કૌશિક સહિતની કેટલીક હસ્તીઓનો કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે.
ફાતિમાએ વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તહાન’માં લીડ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મને 2009માં જર્મનીમાં થયેલ ‘બોલીવૂડ એન્ડ બિયોન્ડ ફેસ્ટીવલ’માં ધ જર્મન સ્ટાર ઓફ ઇન્ડિયા એવોર્ડ મળ્યાં હતા.
ફાતિમા ફિલ્મોની સાથે અનેક ટીવી શોમાં પણ કામ કરી ચૂકી છે. ‘લેડિઝ સ્પેશિયલ’ ‘બેસ્ટ ઓફ લક નક્કી’, અને ‘અગલે જનમ મોહે બિટિયા ન કીજો’માં કામ કરી ચૂકી છે. ફાતિમાએ અભિનયના ક્ષેત્રમાં પોતાની કલા પ્રતિભાથી આગવું સ્થાન મેળવ્યું છે કારણે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનું કોઇ ગોડ ફાધર નથી.
તેમની દંગલ ફિલ્મ એટલી સુપરહિટ રહી કે તેમની આશા વધી ગઇ હતી. ત્યારબાદ તેમણે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, લૂડો, સૂરજ પે મંગલ ભારીમાં પણ કામ કર્યું. લૂડો અને સૂરજ પે મંગલ ભારી ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઇ જો કે ફિલ્મ દંગલ જેવી સફળતા ન મળી. એટલે જ આજે પણ ફાતિમા દંગલ ગર્લ તરીકે ડ ઓળખાય છે. ફાતિમા ફિલ્મ ભૂત પોલીસીમાં સૈફ અલી ખાન અને અલી ફઝલ સાથ જોવા મળશે.