શોધખોળ કરો
Advertisement
PUBG ગેમને રિપ્લેસ કરશે FAU-G,કયા ફિલ્મસ્ટારે કરી જાહેરાત, જાણો વિગત
ભારતમાં લોકપ્રિય ગેમ PUBG ને બેન કરી દેવામાં આવી છે. આ ચીની ગેમને લઈ બાળકોમાં જોરદાર ક્રેજ હતો. પબજી ગેમ જેવી જ અન્ય એક ગેમ થોડા સમયમાં લોન્ચ કરવામાં આવશે.
નવી દિલ્હી: ભારતમાં લોકપ્રિય ગેમ PUBG ને બેન કરી દેવામાં આવી છે. આ ચીની ગેમને લઈ બાળકોમાં જોરદાર ક્રેજ હતો. પબજી ગેમ જેવી જ અન્ય એક ગેમ થોડા સમયમાં લોન્ચ કરવામાં આવશે. હવે અભિનેતા અક્ષય કુમારના માર્ગદર્શન હેઠળ મલ્ટિપ્લેયર એક્શન ગેમ -FAUG ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. તેની નેટ કમાણીમાંથી 20 ટકા ‘ભારત કે વીર ટ્રસ્ટ’ ને દાન કરવામાં આવશે. ભારત કે વીર ટ્રસ્ટ ભારતના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અને સપોર્ટ આપે છે.
અક્ષય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર PUBGના બદલે ઉતારવામાં આવેલ FAU-G ગેમ રજૂ કરી છે. અક્ષય કુમારની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે.
અક્ષય કુમારે ટ્વિટ કર્યું, 'પીએમ નરેંદ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સમર્થન કરતા એક્શન ગેમ FAU-G રજૂ કરતા ખૂબ જ ખુશી થઈ રહી છે. મનોરંજનની સાથે પ્લેયર્સ તેના માધ્યમથી સૈનિકોના બલિદાન વિશે પણ જાણી શકશે. આ ગેમમાંથી થનારી કમાણીના 20 ટકા ‘ભારત કે વીર ટ્રસ્ટ’ ને દાન કરવામાં આવશે.'
સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ઘણી ચીની મોબાઈલ એપ્સને બેન કરી છે. PUBG સહિત 118 ચીની મોબાઈલ એપ્સને બેન કરવામાં આવી છે. સરકારે આ પહેલા પણ 59 એપ્સ પર પ્રતિબંધ મુકી દિધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement