'જગ્ગા જાસૂસ', 'લૂડો', 'પ્યાર કા પંચનામા 2'ના યુવા એડિટર અજય શર્માનુ કોરોનાથી નિધન
કોરોના પૉઝિટીવ અજય શર્મા છેલ્લા બે અઠવાડિયાથી નવી દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હૉસ્પીટલના આઇસીયુ વોર્ડમાં ભરતી હતા. તેમનુ નિધન મંગળવારે અને બુધવારે રાત્રે 1.00 થી 2.00ની વચ્ચે થયુ છે
મુંબઇઃ કોરોના સંક્રમણે (Covid-19) બૉલીવુડના વધુ એક શખ્સનો જીવ લઇ લીધો છે. 'જગ્ગા જાસૂસ', 'લૂડો', 'પ્યાર કા પંચનામા 2', 'ઇન્દૂ કી જવાની', 'કારવાં', 'હાઇ જેક', 'ક્રુક' જેવી તમામ ફિલ્મોના યુવા એડિટર અજય શર્માનુ (Ajay Sharma Died) કોરોના સંક્રમણના કારણ દિલ્હીમાં નિધન થઇ ગયુ છે.
અજય શર્માના એક નજીકના સુત્રએ એબીપી ન્યૂઝને જણાવ્યુ કે, કોરોના પૉઝિટીવ અજય શર્મા છેલ્લા બે અઠવાડિયાથી નવી દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હૉસ્પીટલના આઇસીયુ વોર્ડમાં ભરતી હતા. તેમનુ નિધન મંગળવારે અને બુધવારે રાત્રે 1.00 થી 2.00ની વચ્ચે થયુ છે. 40 વર્ષથી પણ ઓછી ઉંમરના અજય શર્મા પોતાની પાછળ પત્ની અને 4 વર્ષનો દીકરો છોડી ગયા છે.
અજય શર્માએ 'બર્ફી', 'યે જવાની હૈ દીવાની', 'અગ્નિપથ', 'કાય પો ચે', 'લાઇફ ઇ મેટ્રૉ', 'ધ ડર્ટી પિક્ચર' માટે પણ એક આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કર્યુ હતુ. તેમને 'જૉલી 1995' નામની એક શૉર્ટ ફિલ્મનુ નિર્દેશન પણ કર્યુ હતુ.
ગયા વર્ષ અમેઝૉન પ્રાઇમ પર આવેલી હિટ વેબ સીરીઝ 'બેન્ડિટ બંદિશ' ને પણ અજય શર્માએ જ એડિટ કરી હતી. આ સીરીઝના નિર્દેશક આનંદ તિવારએ એબીપી ન્યૂઝ સાથે અજય શર્માની અસામયિક મોત પર કહ્યું- અજય શર્મા એક ઉમદા પ્રકારના એડિટર હતાં, અને સંભાવનાઓથી ભરપુર હતા, અમે એકદમ યુવા અને પ્રભાવશાળી એડિટરને ખોઇ દીધા છે. હું તેમની સાથે આગળ પણ કામ કરવા માટે ખુબ ઉત્સુક હતો, અને આને લઇને અમારી વચ્ચે હંમેશા ચર્ચા થતી રહેતી હતી, મને જ નહીં આખી ઇન્ડસ્ટ્રીને તેમની કમી વર્તાશે.
કોરોનાની બીજી લહેર દેશમાં હાહાકાર મચાવી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં દરરોજ ત્રણ લાખથી વધુ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યાં છે, સાથે સાથે દરરોજ 3થી 4 હજાર લોકોના મોત પણ થઇ રહ્યાં છે. કોરોનાના કેરને લઇને કેટલાક રાજ્યોમાં લૉકડાઉન તો ક્યાંક આંશિક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે.