લખનઉ: પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશની યોગી સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સર્જિકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ ઉરીને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કહેવું છે કે આ ફિલ્મ દેશના યુવાઓ અને નાગરિકોમાં રાષ્ટ્રીયતાની ભાવના પેદા કરશે. યોગી સરકારની આ જાહેરાત બાદ દર્શકોને માટે પણ આ ફિલ્મ જોવી વધારે સસ્તી બનશે.
2/2
જીએસટી કાઉન્સિલની બેઠકમાં ફિલ્મ ટિકીટ પર લાગનારા જીએસટીને ઓછો કરવામાં આવ્યો છે. સિનેમાની 100 રૂપિયા સુધીની ટિકીટ પર હવે 18 ટકાના બદલે 12 ટકા જીએસટી અને 100 રૂપિયા કરતા વધારેની ટિકીટ પર 28 ટકાના બદલે 18 ટકા લાગશે.