શોધખોળ કરો
Advertisement
દિલ્હી હિંસા: ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું, આપણે થોડા દિવસો ચૂપ રહેવાની જરૂર
ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું, આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને ઘણાં બધા લોકો આને લઈ વાત કરી રહ્યાં છે. હાલમાં સૌથી સારી વાત એ છે કે આપણે બધાએ આ મુદ્દે ચૂપ રહેવાની જરૂર છે.
મુંબઈ: બોલીવૂડના ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ હાલમાં જ પોતાની ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર લોન્ચ કર્યું હતું. આ દરમિયાન રોહિત શેટ્ટી, કેટરીના કૈફ, અક્ષય કુમાર, અજય દેવગન તથા રણવીર સિંહ હાજર રહ્યાં હતાં. રોહિત શેટ્ટીને દિલ્હી હિંસાને લઈ સવાલ પુછવામાં આવ્યો હતો. રોહિત શેટ્ટીએ કહ્યું, હાલમાં આ મુદ્દે ચૂપ રહેવાની જરૂર છે. બધા જ આ અંગે બોલી રહ્યાં છે.
ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું, આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને ઘણાં બધા લોકો આને લઈ વાત કરી રહ્યાં છે. હાલમાં સૌથી સારી વાત એ છે કે આપણે બધાએ આ મુદ્દે ચૂપ રહેવાની જરૂર છે. આપણા અધિકારીઓ સરકાર અને આપણાં લોકો છે. ત્યાં શું બની રહ્યું છે તેના પર વાત કરવી એકદમ સહેલી છે. અહીંયા આપણે મજાક-મસ્તી કરવા માટે ભેગા થયા છીએ. અત્યારે આખા ભારતે ચૂપ રહેવું જોઈએ.
સૂર્યવંશીની સ્ટાર કાસ્ટને જ્યારે નિર્ભયાના ગુનેગારોને લઈ સવાલ કરવામાં આવ્યો તો તમામે એક સૂરમાં કહ્યું હતું કે નિર્ભયાના ગુનેગારોને ફાંસીની સજા મળવી જોઈએ અને તેઓ સજાના હકદાર છે. સૂર્યવંશી 24 માર્ચે રિલીઝ થવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
અમદાવાદ
Advertisement