દીપિકા પાદુકોણે ફેન્સને બતાવ્યો ફેસ્ટીવલ લૂક, એક્ટ્રેસના આકર્ષક ડ્રેસિંગે ફેન્સનું દિલ જિત્યું
Deepika Padukone Diwali Celebration: દીપિકાએ જે તસવીર શેર કરી છે. તેમાં તે Torani Silk Organzaનું ગુલબાલ સુતલેજ ઘેરા પહેર્યો છે. જેની કિંમત 70 હજાર રૂપિયા છે.
Deepika Padukone Diwali Celebration: દીપિકાએ જે તસવીર શેર કરી છે. તેમાં તે Torani Silk Organzaનું ગુલબાલ સુતલેજ ઘેરા પહેર્યો છે. જેની કિંમત 70 હજાર રૂપિયા છે.
દિવાળીની ચમક દમક જો ક્યાંય વધુ જોવા મળતી હોય તો એ છે બોલિવૂડ. દિવાળીના અવસરે આપને સ્ટાર્સના સેલિબ્રેશનને તો જોયું હશે પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના ફેન્સ હાલ કન્ફ્યુઝ હતા કે આખરે દીપિકાએ કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરી હશે.
આટલું મોંઘુ છે દીપિકાનું આ દિવાળી શૂટ
રિપોર્ટસ મુજબ દીપિકાએ જે તસવીર શેર કરી છે. તેમાં તેમણે તે Torani Silk Organzaનું ગુલબાલ સુતલેજ ઘેરા પહેર્યો છે. જેની કિંમત 70 હજાર રૂપિયા છે. આ ડ્રેસ દીપિકાની સુંદરતામાં ઔર વધારો કરી રહ્યો છે.
">
સિક્રેટ વેકેશન પર જવાનો પ્લાન
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ દિવસોમાં ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને દીપિકા પાદુકોણે દિવાળી વેકેશન પર જવાનું મન બનાવી લીધું છે. જેમાં તેણે પોતાના પરિવાર અને ખાસ મિત્રો સાથે એક પ્લાન તૈયાર કર્યો છે. તે ક્યાં જઈ રહી છે તેના કોઈ ચોક્કસ સમાચાર સામે આવ્યા નથી. પરંતુ દિવાળી પર તેની માત્ર એક ઝલક તેના ચાહકો માટે પૂરતી છે કારણ કે કદાચ દીપિકા જાણે છે કે તેના ચાહકો ખૂબ જ સમજદાર છે.
અભિનેત્રી પાસે હાલમાં ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. તે રણવીર સિંહ સાથે ફિલ્મ '83'માં કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવશે. શકુન બત્રાની અનટાઈટલ્ડ ફિલ્મમાં તે સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સિવાય તે ઈન્ટર્ન હિન્દી રિમેક, 'ફાઈટર', 'પઠાણ' અને પ્રભાસ સાથેની એક ફિલ્મમાં પણ જોવા મળશે.