શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બોલિવૂડના આ જાણીતા પ્રોડ્યૂસરે એક ઝાટકો કલાકારોનું 100 કરોડનું કરી નાંખ્યું! ફિલ્મ જગતમાં હાહાકાર
યશરાજ ફિલ્મ્સે કલાકારો પાસેથી બળજબરી બનાવટી કોન્ટ્રેક્ટ સાઈન કરાવ્યા હતા અને તેની રોયલ્ટી પણ બળજબરીથી લેવામાં આવી.
નવી દિલ્હીઃ પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ વિરૂદ્ધ મુંબઈ પોલીસે 100 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. એફઆઈઆરમાં આદિત્ય ચોપરા અને ઉદય ચોપરાનું નામ છે. ઇન્ડિયન પરફોર્મિંગ રાઈટ સોસાયટી (આઈપીઆરએસ)એ આ એફઆઈઆર નોંધાવી છે. સંગીત નિર્માતાઓ અને ગીતકારોના પ્રતિનિધિત્વ કરનારી એકમાત્ર અધિકૃત સંસ્થા આઈપીઆરએસે પોતાના અહેવાલમાં યશરાજ ફિલ્મ્સ પર ખોટી રીતે આઈપીઆરએસ સભ્યોની સંગત રોયલ્ટીમાંથી અંદાજે 100 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.
ફરિયાદ અનુસાર, યશરાજ ફિલ્મ્સે કલાકારો પાસેથી બળજબરી બનાવટી કોન્ટ્રેક્ટ સાઈન કરાવ્યા હતા અને તેની રોયલ્ટી પણ બળજબરીથી લેવામાં આવી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પ્રોડક્શન હાઉસ મ્યુઝિક કમ્પોઝર કલાકારના આધારે રોયલ્ટી લઈ શકતો નથી કારણ કે પહેલો વ્યક્તિ IPRSનો છે. હમણાં પોલીસે પ્રાથમિક તપાસ અને પુરાવાના આધારે કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કેસ નોંધવામાં આવ્યો છે. અમે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને જો જરૂરી લાગશે તો આરોપીને પૂછપરછ માટે બોલાવવામાં પણ આવશે.
આ ઉપરાંત મુંબઇ પોલીસની આર્થિક ગુનાખોરી વિંગ કેટલાક વધુ પ્રોડક્શન ગૃહોની તપાસ પણ કરી રહી છે. જો આવી પ્રવૃત્તિઓમાં થતી જણાશે તો અન્ય પ્રોડક્શન હાઉસ પર પણ કાર્યવાહી થઈ શકે છે. પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ આઈપીસીની કલમ 409 અને 34 હેઠળ એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં યશરાજ ફિલ્મ્સના ડિરેક્ટર આદિત્ય અને ઉદય ચોપરાનું નામ છે અને ગયા અઠવાડિયે ફરિયાદ નોંધવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion