શોધખોળ કરો
Advertisement
'શુદ્ધ દેસી રોમાંસ' માટે સુશાંત સિંહને મળ્યા હતા માત્ર 30 લાખ રૂપિયા, YRF એ રાખી હતી આ શરત
યશરાજ ફિલ્મ્સ સાથે સુશાંતની પ્રથમ ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસ હતી. જેમાં તેની સાથે પરિણીતિ ચોપડા અને વાણી કપૂર હતી.
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ મામલાની તપાસ કરી રહેલી બાંદ્રા પોલીસ પાસે સુશાંત અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટની કોપી પહોંચી ગઈ છે. કોન્ટ્રાક્ટ મુજબ સુશાંત સિંહ અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે ત્રણ ફિલ્મોનો કરાર થયો હતો. સુશાંતને પ્રથમ વખત 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
કોન્ટ્રાક્ટ મુજબ, જો પ્રથમ ફિલ્મ હિટ થાય તો સુશાંત સિંહ રાજપૂતને બીજી ફિલ્મ માટે 60 રૂપિયા ળતા અને જો બીજી ફિલ્મ પણ હિટ થાય તો ત્રીજી ફિલ્મ માટે એક કરોડ રૂપિયા મળત. જોકે, ફિલ્મ હિટ છે કે ફ્લોપ તેનો ફેંસલો કરવાનો અધિકાર યશરાજ ફિલ્મ્સ પાસે હતો.
યશરાજ ફિલ્મ્સ સાથે સુશાંતની પ્રથમ ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસ હતી. જેમાં તેની સાથે પરિણીતિ ચોપડા અને વાણી કપૂર હતી. આ ફિલ્મ માટે સુશાંતને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. સુશાંતની બીજી ફિલ્મ ડિટેક્ટિવ વ્યોમકેશ બક્શી હતી અને દિબાકર બેનર્જીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ માટે સુશાંતને એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
યશરાજ ફિલ્મ્સ સાથે તેની ત્રીજી ફિલ્મ પાની હતી અને શેખર કપૂરે ડાયરેક્ટ કરવાની હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા યશરાજ ફિલ્મસના સત્તવાર નિવેદન પ્રમાણે, આદિત્ય ચોપડા અને શેખર કપૂર વચ્ચે ક્રિએટીવ મતભેદ હોવાના કારણે ફિલ્મ ન બની શકી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion