Republic Day 2023: અક્ષય કુમારથી લઈને એઆર રહેમાન સુધી, આ સેલેબ્સે ફેન્સેને પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છા
Republic Day Wishes: આજે 26 જાન્યુઆરીના રોજ દેશભરમાં ગણતંત્ર દિવસનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે બોલિવૂડના તમામ સેલેબ્સ પણ પ્રશંસકોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
![Republic Day 2023: અક્ષય કુમારથી લઈને એઆર રહેમાન સુધી, આ સેલેબ્સે ફેન્સેને પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છા From Akshay Kumar to AR Rahman, these celebs wished fans on Republic Day Republic Day 2023: અક્ષય કુમારથી લઈને એઆર રહેમાન સુધી, આ સેલેબ્સે ફેન્સેને પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/8bc307f2cb506d6a77193c60acdf8833167471342322181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Celebs Republic Day 2023 Wishes: આજે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર દેશભરમાં દેશભક્તિનું વાતાવરણ છે. સર્વત્ર ત્રિરંગો લહેરાવીને અને દેશભક્તિના ગીતો સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 74મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં આ ખાસ અવસર પર બોલિવૂડ સેલેબ્સ કેવી રીતે પાછળ રહી શકે? દરમિયાન અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કયા સેલેબ્સે પ્રશંસકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
આ સેલેબ્સે પ્રશંસકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર હંમેશા આ મામલે આગળ રહે છે. ગણતંત્ર દિવસના અવસર પર અક્ષય કુમારે ચાહકોને અભિનંદન આપતા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી છે. અક્કીએ આ ટ્વીટમાં લખ્યું છે કે- બધાને ગણતંત્ર દિવસની શુભેચ્છા. આજે આપણા ભવ્ય વારસાનો મોટો દિવસ છે. આ વર્ષે આ દિવસ મારા માટે સૌથી ખાસ રહેશે. તમને જલ્દી ખબર પડશે, જય હિન્દ. અક્ષય કુમાર ઉપરાંત મ્યુઝિક લેજેન્ડ એઆર રહેમાને પણ તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.
Happy Republic Day to all of you. A day to mark our proud heritage. This year, this day is going to be most special for me. You’ll soon know why. Jai Hind.
— Akshay Kumar (@akshaykumar) January 26, 2023
બીજી તરફ દક્ષિણ સિનેમાના પીઢ સુપરસ્ટાર ચિરંજીવીએ પણ ટ્વીટ કરીને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે અને લખ્યું છે કે સ્વતંત્રતાની અમૂલ્ય ભેટ અને વિશ્વના સૌથી મહાન બંધારણોમાંના એક માટે આપણા સ્થાપક પિતાઓને પ્રેમથી યાદ કરીએ છીએ અને તેમને સલામ કરીએ છીએ. આપણી માતૃભૂમિ હંમેશા સમૃદ્ધ રહે. 74માં પ્રજાસત્તાક દિવસની આપણા તમામ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન. આ સિવાય સાઉથ એક્ટર પૃથ્વીરાજ સુકુમારને બધાને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.
Fondly Remembering & Saluting our founding fathers for the invaluable gift of independence and for one of the greatest constitutions of the world! 🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2023
May our Motherland 🇮🇳 be prosperous forever!! 💐
Happy 74th Republic Day to All of us Indians!! 💐🇮🇳🇮🇳
विश्व में रह रहें समस्त भारतवासियों को #गणतंत्रदिवस की हार्दिक शुभकामनाएँ एवं बधाई।Happy #RepublicDay to Indians all over the world! जय हिन्द! भारत माता की जय! 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/cxg34fIJGM
— Anupam Kher (@AnupamPKher) January 26, 2023
બોલિવૂડ દેશભક્તિના રંગે રંગાયું
હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારો અનુપમ ખેર, અજય દેવગન અને સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસ (પ્રજાસત્તાક દિવસ 2023)ની શુભેચ્છા પાઠવી છે. એટલું જ નહીં, ગાયક ગુરુ રંધાવાએ પણ ટ્વિટ કરીને પ્રશંસકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.
Happy Republic Day! 🇮🇳🙂❤️ pic.twitter.com/c4RyALPvwV
— Prithviraj Sukumaran (@PrithviOfficial) January 26, 2023
Happy Republic Day!🇮🇳#RepublicDay2023 #RepublicDay
— A.R.Rahman (@arrahman) January 25, 2023
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)