શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે લગ્ન બાદ અમેરિકામાં ઉજવી પહેલી દિવાળી, જુઓ તસવીરો
તસવીરમાં પ્રિયંકા નિક જોનસ સાથે ફુલ ફેસ્ટિવલ અને રોમાન્ટિક મૂડમાં નજરે આવી રહી છે.
નવી દિલ્હીઃ ગ્લોબલ સ્ટાર તરીકે ઓળખ મેળવી ચૂકેલી બૉલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા લગ્ન પછી વિદેશમાં રહેવા લાગી છે. પરંતુ ભારતીય તહેવારો તે એટલા જ આનંદથી ઉજવે છે. ભારતીય તહેવારો ઉપર પણ તેના પતિ પણ ખૂબ સાથ આપે છે અને એન્જોય કરે છે. કરવાચોથ બાદ હવે પ્રિયંકા પહેલીવાર પોતાના પતિ નિક જોનાસની સાથે દિવાળીની ઉજવણી કરી રહી છે. તેમણે દિવાળીની ખુશીઓ પોતાના ફેન્સ સાથે વહેંચી હતી.
નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપડાની આ પહેલી દિવાળી છે. પોતાના દેશના સૌથી મોટા તહેવારની ઉજવણી પ્રિયંકાએ યુએસમાં તેના પતિ નિક અને ફેમિલી સાથે સેલિબ્રેટ કરી. પ્રિયંકાએ તેના દિવાળી સેલિબ્રેશનની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીર પોસ્ટ કરી પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું કે, ‘બધાને દિવાળીની શુભેચ્છા. From mine to yours’ આ સાથે પ્રિયંકાએ #diwaliincabo #peaceandprosperity હેશટેગનો ઉપયોગ પણ કર્યો છે.
તસવીરમાં પ્રિયંકા નિક જોનસ સાથે ફુલ ફેસ્ટિવલ અને રોમાન્ટિક મૂડમાં નજરે આવી રહી છે. ફ્લોરલ પ્રિંટેડ સાડી અને ગોલ્ડન ઇયરિંગ્સમાં પ્રિયંકાનો દેશી લૂક ખૂબજ શાનદાર છે. પ્રિયંકા સાથે નિક જોનસ વ્હાઇટ શર્ટ અને આલિવ ગ્રીન પેન્ટમાં નજરે આવી રહ્યો છે. પ્રિયંકાની આ પોસ્ટ ઉપર ચાહકો તાબડતોબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ઉપરાંત નિક સિવાય બીજી બે તસવીરો પણ શેર કરી છે. જેમાં તેનું ઘર શણગારેલું દેખાઇ રહ્યું છે અને તે દોસ્તોની સાથે મસ્તી કરી રહી છે. આ પહેલા કરવાચોથના દિવસ ઉપર પણ સુપરક્યૂટ કપલની રોમેન્ટીક તસવીરો મળી હતી. આ તસવીરો નિક જોનાસે શેર કરી હતી. આ સાથે તેમણએ કરવાચોથની શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement