જણાવી દઈએ કે સારાની માં અમૃતા સિંહએ પણ ફિલ્મના અમુક ભાગને જ જોયા છે. પરંતુ ફિલ્મમાં સારા અલી ખાનને દર્શકોએ ખુબ પસંદ કરી છે. સાથે જ લોકોએ કહ્યું કે, ‘ફિલ્મને ફક્ત સારાએ જ સંભાળી છે. જે કારણે સૈફને સારાની આ ફિલ્મ જરૂર જોવી જોઈએ’.
2/3
સુત્રો અનુસાર સૈફ અલી ખાન સારાની ફિલ્મ કેદારનાથને જોવા નથી માંગતા. કરીનાએ સૈફને મનાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ સૈફે કરીનાની તે વાતને નકારી દીધી. અહેવાલ અનુસાર સૈફ તે ફિલ્મને જોવામાં અચકાય છે. તો બીજી બાજું સૈફ અલી ખાને પણ એ વાત સ્વીકારી છે કે તેણે હજુસુધી તેની પુત્રીની ફિલ્મ કેદારનાથ જોઈ નથી. પણ તે જલદી જ આ ફિલ્મને નિહાળશે.
3/3
નવી દિલ્હીઃ આખરે લાંબા સમય પછી સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ 7 ડિસેમ્બરે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સામાન્ય પ્રતિક્રિયા મળી રહી છે. ત્યારે ફિલ્મને લઈને હાલમાં કંઈપણ કહેવું યોગ્ય નથી. પરંતુ હજુ સુધી આ ફિલ્મ સારાના પિતા સૈફ અલી ખાને જોઈ નથી. જે આશ્ચર્ય કરે એવી વાત છે.