શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઋતિક રોશન અને એક્સ વાઈફ સુજૈન પરિવાર સાથે વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા, જુઓ તસવીરો
ઋતિક રોશન અને તેની એક્સ વાઈફ સુજૈન હાલ ફ્રાંસમાં વેકેશન પર છે. સુજૈન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર પરિવારની તસવીરો શેર કરી છે.
![ઋતિક રોશન અને એક્સ વાઈફ સુજૈન પરિવાર સાથે વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા, જુઓ તસવીરો Hrithik roshan ex wife sussanne khan vacation pics with family ઋતિક રોશન અને એક્સ વાઈફ સુજૈન પરિવાર સાથે વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા, જુઓ તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/07180640/Hritik.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: ઋતિક રોશન અને તેની એક્સ વાઈફ સુજૈન હાલ ફ્રાંસમાં વેકેશન પર છે. આ વખતે ઋતિક રોશન અને સુજૈન સાથે વેકેશન પર માત્ર તેમના દિકરાઓ નહી પરંતુ પૂરો પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. સુજૈન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર પરિવારની તસવીરો શેર કરી છે.
સુજૈન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં સમગ્ર પરિવાર જોવા મળી રહ્યો છે. ઋતિક રોશન અને તેની એક્સ વાઈફ સુજૈનની આ તસવીરો સોશિયલ મીડિયમાં ખૂબ વાયરલ થઈ રહી છે.
ઋતિક રોશન અને સુજૈન ખાને છૂટાછેડા લીધા છે. પંરતુ વેકેશન દરમિયાન આ કપલ વચ્ચે જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. આ બંને સંપૂર્ણ ફેમેલી સાથે વેકેશન એન્જોય કરવા નીકળ્યા છે. આ દરમિયાન કોઈ ફેમેલી મેમ્બરની જેમ જ આ વેકેશનની તસવીરો શેર કરી છે. ઋતિક રોશન પોતાના સંપૂર્ણ પરિવાર અને એક્સ વાઈફ સુજૈન ખાન સાથે ન્યુ યર વેકેશન મનાવવા માટે ફ્રાંસ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના બંને બાળકો પણ જોવા મળ્યા હતા. ઋતિક રોશન અને સુજૈન ખાને 1 નવેમ્બર 2014મા છુટાછેડા લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલીવૂડના સૌથી મોંઘા છુટાછેડા માનવામાં આવે છે. છુટાછેડા અંગે કોઈ કારણ સ્પસ્ટ જોવા મળ્યું નહોતું પરંતુ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)