વુમન ઓફ ધ યરઃ તાપસી પન્નુ - બેસ્ટ ફિલ્મઃ નીરજા- બેસ્ટ ફિમેલ ડેબ્યૂઃ દિશા પટની(એમ.એસ.ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી)
13/14
આ ફંક્શનમાં અનેક દિગ્ગજ સ્ટાર્સ સામેલ થયા હતા. જેમાં શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, મીરા-શાહિદ, પ્રિટી ઝિન્ટા, સોનાક્ષીસિંહા, હુમા કુરેશી, નરગીસ ફખ્રી, નેહા ધુપિયા અને દિયા મિર્ઝા સહિતના સ્ટાર્સનો સમાવેશ થાય છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ કોને ક્યાં એવોર્ડ મળ્યા...
14/14
નવી દિલ્હીઃ 18માં આઈફા એવોર્ડ્સ 2017નું રંગારંગ આયોજન ન્યૂયોર્કના મેટલાઈફ સ્ટેડિયમમાં થયું. સલમાન ખાન, આલિયા ભટ્ટ, શાહિદ કપૂર, નેહા ધૂપિયા સહિત અનેક સેલેબ્સ આ એવોર્ડ નાઈટનો ભાગ બન્યા. શાહિદ કપૂરને ફિલ્મ ઉડતા પંજાબ માટે બેસ્ટ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો જ્યારે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસની ટ્રોફી મળી. સોનમ કપૂર સ્ટારર ફિલ્મ નીરજાને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો પિંકના ડાયરેક્ટર અનિરૂદ્ધ રોય ચૌધરીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો.