Dating: જ્હાન્વીના બૉયફ્રેન્ડની તસવીર આવી સામે, પોતાના રિલેશનશીપ પર એક્ટ્રેસે શું કહ્યું, જાણો
રિપોર્ટ છે કે જ્હાન્વી અને ઓહરાન સારા મિત્રો છે અને બન્ને એકબીજાને ડેટ પણ કરી રહ્યાં છે.
મુંબઇઃ બી ટાઉનમાંથી સમાચાર છે કે, હૉટ એન્ડ યંગ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. રિપોર્ટ છે કે જ્હાન્વી અને ઓહરાન સારા મિત્રો છે અને બન્ને એકબીજાને ડેટ પણ કરી રહ્યાં છે. જોકે, આ સમાચાર કેટલા સાચા છે ને કેટલા ખોટા તેની હજુ સુધી કોઇ પુષ્ટી થઇ શકી નથી. યંગ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હાલમાં પોતાની ફિલ્મ 'મિલી'ને લઇને ચર્ચામાં છે. દર્શકો તેના અભિનયની પ્રસંશા કરી રહ્યાં છે. ફિલ્મી મિલી રિલીઝ થઇ ચૂકી છે.
હવે આ બધાની વચ્ચે એક શખ્સ છે, જેને બધાનુ ધ્યાન ખેંચ્યુ છે, અને તે છે ઓરહાન અવતરમણી. રિપોર્ટ અનુસાર, જ્હાન્વી કપૂર અને ઓરહાન અવતરમણી સારા મિત્રો છે અને બન્ને એકબીજાને અત્યારે ડેટ પણ કરી રહ્યાં છે. જોકે, હવે આ સમાચારોને લઇને ખુદ એક્ટ્રેસે મૌન તોડ્યુ છે, જ્હાન્વીનુ કહેવુ છે કે, બન્ને માત્ર સારા મિત્રો જ છે, અને એકબીજાને લાંબા સમયથી જાણે છે.
જ્હાન્વી કપૂરે કહ્યું- હું ઓરીને વર્ષોથી ઓળખુ છુ અને તે એવો વ્યક્તિ છે, જેની સાથે મને મજા આવે છે, અને લાંબા સમયથી તે મારી સાથે છે. મેં તેની પીઢ થપથપાવી છે, જ્યારે તે આસપાસ હોય છે તો ઘર જેવુ અનુભવાય છે, અને મને તેના પર ખુબ વિશ્વાસ છે. જ્હાન્વીએ કહ્યું- મને લાગે છે કે, આવો દોસ્ત મળવો દુર્લભ છે, જે તમારી માટે એવી રીતે ઉભો રહે, જેમ કે તે પોતાના મિત્રો માટે ઉભો રહ્યો હોય છે, તે ખુબ સારો માણસ છે.
ઉલ્લેખનીય છે કે, જ્હાન્વી કપૂરે તાજેતરમાં જ મુંબઇમાં બ્રાન્દ્રા વિસ્તારમાં એક નવુ ઘર ખરીદ્યુ છે, અભિનેતાના પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂરની સાથે 65 કરોડ રૂપિયાનુ એક ડુપ્લેક્સ ઘર ખરીદ્યુ છે. દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરીએ બ્રાન્દ્રા પશ્ચિમ વિસ્તારના પાલી હિલમાં કુબેલિસ્ટક બિલ્ડિંગની પહેલો અને બીજો માળ ખરીદ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની હાલમાં રિલીઝ ફિલ્મ ‘મિલી’ (Mili) ને સામાન્ય રીવ્યૂ મળ્યા છે. જાહ્નવી કપૂરની જોરદાર એક્ટિંગની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની કમાણી કરી શકી નથી.
સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'મિલી' જાહ્નવી કપૂરની પહેલી સર્વાઇવલ ફિલ્મ છે, જેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ મલયાલમ થ્રિલર 'હેલન'ની સત્તાવાર હિન્દી રિમેક છે, જેમાં અભિનેત્રી જાહ્નવી કપૂરની સાથે સની કૌશલ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.