“હું કાશ્મીરી પંડિતોના હત્યાકાંડનો સાક્ષી, હું દુઃખ અને શરમ અનુભવું છું” જાણો ક્યાં મુસ્લિમ એક્ટિવિસ્ટે આ નિવેદન આપ્યું
મુસ્લિમ એક્ટિવિસ્ટે કહ્યું, “હું કાશ્મીરી મુસ્લિમ છું. અમારી બહેન ટિક્કુના શરીરના ટુકડા કરવામાં આવ્યાં. આ કાશ્મીરી મુસ્લિમ પરિવારોએ કર્યું હતું જેમના હાથમાં પાકિસ્તાને આઝાદીના નામે બંદૂકો આપી હતી.”
ફિલ્મ The kashmir Filesને લઈને આજકાલ ખુબ ચર્ચાઓ થઇ રહી છે. અને હવે આ મુદ્દો રાજકારણમાં પણ ખુબ ચગ્યો છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોનો એવો અવાજ બની ગઈ છે કે દરેક તેને સાંભળવા માંગે છે, જોવા માંગે છે. આ ફિલ્મને લઈને ઘણી રાજનીતિ પણ થઈ રહી છે, આમ છતાં આ ફિલ્મ સામાન્ય લોકોના દિલ પર રાજ કરી રહી છે. હવે દરેક કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારનો હિસાબ માંગી રહ્યા છે. તમામ પ્રકારની ચર્ચાઓ વચ્ચે કાશ્મીરી લેખક અને એક્ટિવિસ્ટ 'જાવેદ બેગ'ની ટ્વિટ વાયરલ થઈ રહી છે.
જાવેદ બેગે કાશ્મીરી પંડિતોની માફી માંગી
જાવેદ બેગે સોશિયલ મીડિયા પર હાથ જોડીને કાશ્મીરી પંડિતોની માફી માંગી છે. તેમણે કહ્યું, “'યુવાનોએ તેમના માતા-પિતા દ્વારા કરવામાં આવેલી ભૂલોને સ્વીકારવી જોઈએ. પંડિતો સાથે દુષ્કર્મ થયું છે. આઝાદીના નામે કાશ્મીરી મુસ્લિમોએ બંદૂકો ઉપાડી હતી. આ પ્રચાર નથી વાસ્તવિકતા છે. કોઈ કહે કે ના કહે, સત્ય તો સત્ય જ રહે છે.” જુઓ આ વિડીયો
Truth remains truth even if nobody speaking it . A lie is always a lie even if everybody speaking it. I am witness to Kashmiri's first Massacre of KP's which was unfortunately carried out at Sangrampora Beerwah, my Hometown in 21st March,1997 ( Nourooz Day )
— Javed Beigh (@Javedbeigh) March 16, 2022
I feel sad n sorry 🙏 https://t.co/AAX3i9wFlH
ફિલ્મને લઈને બે ભાગમાં વહેંચાયા નેતાઓ, લોકો
આ ફિલ્મને લઈને નેતાઓ, લોકો અને અને સોશિયલ મીડિયા પણ બે ભાગમાં વહેંચાયા છે. કેટલાક લોકો આ ફિલ્મને મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે આ ફિલ્મ બહુ પહેલા બની જવી જોઈતી હતી. કાશ્મીરી પંડિતોની પીડા સમજવામાં મોડું થયું.
આ ફિલ્મના સમર્થનમાં જાવેદ બેગ પણ જોડાયા છે. જાવેદે ટ્વીટમાં લખ્યું છે- “હું કાશ્મીરી મુસ્લિમ છું. અમારી બહેન ટિક્કુના શરીરના ટુકડા કરવામાં આવ્યાં. આ કાશ્મીરી મુસ્લિમ પરિવારોએ કર્યું હતું જેમના હાથમાં પાકિસ્તાને આઝાદીના નામે બંદૂકો આપી હતી.”