આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ હશે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ સ્થળોએ થશે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.
2/4
મીડિયા અહેવાલ અનુસાર, કરિના ફિલ્મમાં રણવીર સિંહની બહેન અને આલિયા ભટ્ટ તેની પ્રેમિકાના રોલમાં જોવા મળશે. શાહજહાં અને મુમતાઝના બે દીકરા એટલે કે રણવીર અને વિક્કી કૌશલની આ ફિલ્મમાં મુઘલ કાળની મહત્વકાંક્ષા, લાલચ, વિશ્વાસઘાત અને ઉત્તરાધિકારને દર્શાવાશે.
3/4
‘તખ્ત’નું ડાયરેક્શન કરણ જોહર કરશે. ‘તખ્ત’ પીરિયડ ફિલ્મ છે. આ ફિલ્મમાં મુઘલ સિંહાસનની વાર્તા દર્શાવાશે. ફિલ્મમાં ઔરંગઝેબના પાત્રમાં વિક્કી કૌશલ અને જાહ્નવી ઔરંગઝેબની રાણીની ભૂમિકામાં જોવા મળશે.
4/4
નવી દિલ્હીઃ શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ધડક હિટ રહી છે. ફિલ્મમાં જાહ્નવીની જોડી ઈશાન ખટ્ટટરની સાથે જામી અને પોતાના એક્ટિગં દ્વારા તે દર્શકો અને ક્રિટિક્સના દીલ જીતવામાં સફળ રહી છે. ધડક બાદ જાહ્નવીએ પોતાની બીજી ફિલ્મ ‘તખ્ત’ સાઈન કરી છે. જાહ્નવી સાથે આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કરિના કપૂર, અનિલ કપૂર, ભૂમિ પેડનેકર અને વિક્કી કૌશલ મેન લીડમાં જોવા મળશે.