શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ચોપડાને મળી જેઠાણી, જો જોનાસે સોફી ટર્નર સાથે કર્યા સિક્રેટ લગ્ન, જુઓ વીડિયો
સોફી ટર્નર અને જો જોનાસ 2016થી ડેટિંગ કરી રહ્યા હતા અને તેમણે ઓક્ટોબર 2017માં સગાઇ કરી હતી. બંને ગત વર્ષે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના ઉદેપુરમાં યોજાયેલા શાહી લગ્નમાં પણ હાજર રહ્યા હતા
ન્યૂયોર્કઃ ગેમ ઓફ થ્રોન્સની એક્ટ્રેસ સોફી ટર્નર અને જો જોનાસે લગ્ન કરી લીધા છે. જો જોનાસ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસનો મોટો ભાઈ છે. તેથી આ હિસાબે જો જોનાસ જેઠ થાય છે. સોફી અને જો જોનાસે બુધવારની રાત બિલબોર્ડ્સ મ્યૂઝિક એવોર્ડ્સ માટે અમેરિકાના લાસ વેગાસમાં પહોંચ્યા હતા. લાંબા સમય બાદ જો જોનાસે બિલબોર્ડ્સ અવોર્ડ્માં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.
સોફી ટર્નર અને જો જોનાસ 2016થી ડેટિંગ કરી રહ્યા હતા અને તેમણે ઓક્ટોબર 2017માં સગાઇ કરી હતી. બંને ગત વર્ષે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના ઉદેપુરમાં યોજાયેલા શાહી લગ્નમાં પણ હાજર રહ્યા હતા. જોનાસે એક ટીવી શો દરમિયાન તેના લગ્નની હિંટ આપી હતી.
સોફી અને જો જોનાસ ટૂંક સમયમાં સત્તાવાર રીતે ધૂમધામથી ભવ્ય રિસેપ્શનનું આયોજન કરી શકે છે. સોફીની બેસ્ટ ફ્રેન્ડ મેસી વિલિયમ્સ લગ્ન દરમિયાન જોવા મળી નહોતી. આ ઉપરાંત બંને કપલના ખાસ મિત્રો પણ સેરેમની દરમિયાન ઉપસ્થિત નહોતા.
જો જોનાસનો જન્મ 15 ઓગસ્ટ, 1989ના રોજ થયો હતો. હાલ તેની ઉંમર 29 વર્ષ છે. જ્યારે પ્રિયંકાના પતિ નિક જોનાસનો જન્મ 1992માં થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement