શોધખોળ કરો
Advertisement
કંગનાએ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી ગણાવ્યા, પોપ સ્ટાર રિહાનાના ટ્વીટ પર ભડકી એક્ટ્રેસ
પોપ સ્ટાર રિહાના વિશ્વભરમાં જાણીતી છે અને ટ્વીટરમાં તેના 10 કરોડથી વધારે ફોલોઅર્સ છે.
ખેડૂત આંદોલનની આંતરરાષ્ટ્રીય નોંધ લેવામાં આવી છે. વિશ્વભરમાં પ્રખ્યાત પોપ સ્ટાર રિહાના આંદોલનને સમર્થન કરતા મેદાને આવી છે. પોપ સ્ટાર રિહાનાએ એક ન્યૂઝ આર્ટિકલને શેયર કરતા સવાલ કર્યો કે આ મુદ્દે કેમ કોઈ ચર્ચા કરવામાં આવતી નથી.
રિહાનાએ જે ન્યૂઝ આર્ટિકલને શેયર કર્યો છે તેની હેડલાઈન છે કે, પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ દિલ્લી આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ. તો રિહાનાના ટ્વીટ પર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત ભડકી છે.
why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021
કંગનાએ ટ્વીટના જવાબમાં રેહાનાના અપશબ્દો કહ્યા છે અને આંદોલનકારીઓને આતંકી ગણાવ્યા છે. કંગનાએ ટ્વીટમાં કહ્યું કે, આના વિશે કોઈ વાત એટલા માટે નથી કરતુ કારણ કે, આ ખેડૂતો નથી, આતંકવાદી છે, જે ભારતના ટુકડા માગે છે. જેથી ચીન જેવા દેશો આપણા દેશ પર કબ્જો કરી લે અને યુએસએ જેવી ચાઈનીઝો કોલોની બનાવે છે. તુ શાંતિથી બેસી જા બેવકૂફ. અમે લોકો તમારી જેવા બેવકૂફ નથી, જે દેશને વેચે મારે. નોંધનીય છે કે, પોપ સ્ટાર રિહાના વિશ્વભરમાં જાણીતી છે અને ટ્વીટરમાં તેના 10 કરોડથી વધારે ફોલોઅર્સ છે.No one is talking about it because they are not farmers they are terrorists who are trying to divide India, so that China can take over our vulnerable broken nation and make it a Chinese colony much like USA... Sit down you fool, we are not selling our nation like you dummies. https://t.co/OIAD5Pa61a
— Kangana Ranaut (@KanganaTeam) February 2, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement