શોધખોળ કરો
'ઘરેથી ભાગ્યાના બે વર્ષમાં બની સ્ટાર, ડ્રગ્સની થઈ ગઈ હતી બંધાણી', કંગનાનો જૂનો વીડિયો થયો વાયરલ
બોલીવૂડ ક્વીન કંગના રનૌત ન માત્ર તેના અભિનય માટે જાણીતી છે પરંતુ બેધડક નિવદેનના કારણે પણ ચર્ચામાં રહે છે.
બોલીવૂડ ક્વીન કંગના રનૌત ન માત્ર તેના અભિનય માટે જાણીતી છે પરંતુ બેધડક નિવદેનના કારણે પણ ચર્ચામાં રહે છે. પોતાની વાત કોઈ પણ જાતના ડર વગર લોકો સમક્ષ રાખતી હોય તેવી કંગના ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક માત્ર એક્ટ્રેસ છે. હાલ કંગના રનૌતનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે ડ્રગ્સ લેતી હોવાની કહી રહી છે.
કંગના રનૌતનો આ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો કંગનાએ ચાલુ વર્ષે માર્ચમાં ખુદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી શેર કર્યો હતો. આ વીડિયોમાં કંગના ફેન્સને કહી રહી છે કે, જ્યારે હું ઘરેથી ભાગી હતી તેના દોઢ-બે વર્ષ બાદ એક ફિલ્મ સ્ટાર બની ચુકી હતી. ત્યારે હું ડ્રગની બંધાણી થઈ ગઈ હતી. તે સમયે હું આવી ખતરનાક ચીજો વેચતાં લોકોના સંપર્કમાં આવી ચુકી હતી.
થોડા દિવસો પહેલા કંગનાએ કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 99 ટકા લોકો ડ્રગ્સ લે છે. એટલું જ નહીં રણબીર કપૂર, રણવીર સિંહ, વિક્કી કૌશલ અને અયાન મુખર્જી જેવા સેલિબ્રિટીઝ ડ્રગ્સ લે છે કે નહીં તે જાણવા બ્લડ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement