(Source: ECI/ABP News/ABP Majha)
Thalaivi Online Leaked: Kangana Ranautની ફિલ્મને લાગ્યો મોટો ઝાટકો, રિલીઝ થતા જ ઓનલાઈન લીક થઈ ‘થલાઈવી’
કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ ફિલ્મ ઘણી પાઇરેટેડ સાઇટ્સ પર જોઇ શકાય છે.
Thalaivi Online Leaked: બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત લાંબા સમયથી પોતાની ફિલ્મ 'થલાઇવી' માટે ચર્ચામાં છે. કંગનાના ચાહકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ 10 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ આવા સમાચાર આવ્યા છે, જે કંગના અને ફિલ્મના મેકર્સને આંચકો આપી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ ફિલ્મ ઘણી પાઇરેટેડ સાઇટ્સ પર જોઇ શકાય છે. તમિલરોકર્સ (Tamilrockerz), મૂવીઅરુલ્ઝ (Movierulz) અને ટેલિગ્રામ પર આવા કેટલાક જૂથો છે, જે નવી ફિલ્મો લીક કરે છે. કંગના રાણાવત અને મેકર્સ બંનેને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. જયલલિતાની ભૂમિકા ભજવવા માટે કંગનાએ 20 કિલો વજન વધાર્યું હતું. આવી સ્થિતિમાં ઓનલાઈન લીક થવાની અસર ફિલ્મની કમાણી પર જોઈ શકાય છે.
View this post on Instagram
આ કારણે કંગનાની ભારે પ્રશંસા થઈ રહી છે
આ ફિલ્મ કંગનાની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ કહી શકાય. ફિલ્મમાં અભિનેત્રીની મહેનત સ્પષ્ટ દેખાય છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો સતત થલૈવી માટે કંગનાના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ તમિલનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત છે, જેમણે ખૂબ નાની ઉંમરે તમિલ સિનેમામાં અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તરત જ, તેણે ઉચ્ચ પદ પણ પ્રાપ્ત કર્યું. તમને જણાવી દઈએ કે હિન્દી સિવાય 'થલાઈવી' તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થઈ છે.