શોધખોળ કરો
Advertisement
જમાતીઓને લઈ બોલિવૂડની આ સ્ટાર એક્ટ્રેસની બહેને કરી વિવાદિત ટ્વીટ, Twitterએ એકાઉન્ટ કર્યું સસ્પેન્ડ
દેશભરમાં કોરોનાનુ કારણ જમાતીઓ બની રહ્યાં છે, દેશના અનેક રાજ્યમાં જમાતીઓના કારણે કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ હંમેશા પોતાના વિવાદિત ટ્વિટ્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ રંગોલીએ ટ્વીટ કરીને જમાતના લોકોને લઈ ભડકાઉ નિવેદન આપ્યું હતું. જેને મોટો વિવાદ શરૂ થઈ ગયો હતો. હવે ટ્વિટરે તેના પર એક્શન લેતાં તેના એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું છે.
રંગોલીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે, એક જમાતી કોરોના વાયરસથી મરી ગયો. જ્યારે ડૉક્ટરો અને પોલીસકર્મી તેને ચેક કરવા ગયા તો તેમના પર હુમલો કરે છે. અને મારી નાંખે છે. સેક્યૂલર મીડિયા અને ફેક મુલ્લાઓને એક લાઇનમાં ઉભા રાખીને ગોળી મારી દેવી જોઇએ. આપણે ઇતિહાસની પરવા ના કરવી જોઇએ કે કોઇ આપણને નાઝી કહેશે, જિંદગી ફેક ઇમેજથી વધુ કિંમતી છે.
રંગોલીના આ ટ્વિટસ બાદ ટ્વિટરે ગાઈડલાઈન્સનું અલ્લંઘન કરવા બદલ તેના એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું છે. જો કે, એ નથી જણાવામાં આવ્યું કે અકાઉન્ટને કેટલા સમય સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
રંગોલી આ ટ્વીટ બાદ ટ્વીટર પર લોકોએ તેના આ નિવેદનને ખોટુ ગણાવ્યુ. આના કારણે સતત રંગોલી ટ્રૉલ થઇ બાદમાં તેને પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરતા વધુ એક ટ્વીટ કર્યુ હતુ.
બાદમાં રંગોલીએ વધુ એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં તેને ડૉક્ટરો પર હુમલા કરનારાને દેશદ્રોહી કહ્યા હતા. રંગોલીએ ટ્વીટ કર્યુ- આપણું બંધારણ કહે છે કે આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો. તો પછી એવુ કેમ કહેવામાં આવી રહ્યું છે કે મે કોઇ એક ધર્મના લોકોને ગોળી મારવાનુ કહ્યું છે. મેને સ્પષ્ટપણે કહ્યું છે કે જે ડૉક્ટરો પર હુમલો કરી રહ્યાં છે સરકાર તેમની પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરી રહી છે, તો તેનો અર્થ તે આતંકવાદી થયા. તો પછી આટલુ બધુ મરચુ કેમ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement