શોધખોળ કરો
Advertisement
કનિકા કપૂરનો ચોથો કોરોના રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ, પરિવારની મુશ્કેલીમાં થયો વધારો
બોલિવૂડ સિંગર 9 માર્ચના રોજ લંડનથી મુંબઈ પરત ફરી હતી, તેના બે દિવસ બાદ તે લખનઉ ગઈ અને ત્યાં અનેક પાર્ટીઓમાં સામેલ થઈ હતી.
મુંબઈઃ પ્લેબેક સિંગર કનિકા કપૂર કોરોના વાયરસને કારણે ઘણી વિવાદોમાં આવી છે. હાલમાં જતેનો ચોથો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર કનિકા કપૂર 20 માર્ચથી લખનઉના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી છે.
કનિકા કપૂરનો ચોથો રિપોર્ટ પોઝિટિવ હોવાને કારણે તેનો પરિવાર પણ પરેશાન છે. તેની સાથે જ તમને જણાવીએ કે, આ પહેલા કનિકાનો ત્રીજો મેડિકલ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કહેવાય છે કે, કનિકા કપૂર ઉપરાંત તેના સંપર્કમાં આવેલ 262 લોકોમાંથી 60 લોકોનો મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
તમને જણાવીએ કે, બોલિવૂડ સિંગર 9 માર્ચના રોજ લંડનથી મુંબઈ પરત ફરી હતી, તેના બે દિવસ બાદ તે લખનઉ ગઈ અને ત્યાં અનેક પાર્ટીઓમાં સામેલ થઈ હતી.
કનિકાએ પોતાનો રિપોર્ટ પોઝિટીવ આવવાની વાતનો ખુલાસો ઈન્સ્ટાગ્રામ પર કર્યો હતો. ત્યાર બાદ દરેક જગ્યાએ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જણાવવામાં આવી રહ્યું હતું કે તેણે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હતી.
કનિકા કપૂરની બેદરદારીને લઇને યૂપીમાં તેની વિરૂદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ છે. કનિકા કપૂર પર કોરોના વાયરસને લઈને બેદરકારી રાખવા માટે યૂપીમાં ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે.
કનિકા કપૂરનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ હવે તે ઇંગ્લેન્ડની નિવાસી છે. 1997માં કનિકા જ્યારે 18 વર્ષની તી, ત્યારે એનઆરઆઈ બિઝનેસમેન રાજ ચંડોક સાથે તેના લગ્ન થયા અને તેને ત્રણ બાળકો પણ થયા. પરંતુ 2012માં તેના છૂટાછેડા થઈ ગયા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement