Shefali Jariwala Passed Away: ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું નિધન, કાર્ડિયાક અરેસ્ટે લીધો ભોગ
Shefali Jariwala Passed Away: 'કાંટા લગા' સોન્ગથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું આજે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. તેમના અચાનક અવસાનથી ચાહકોમાં શોક વ્યાપી ગયો

Shefali Jariwala Passed Away: 'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ હાલ કૂપર હોસ્પિટલમાં છે.
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'એ હોસ્પિટલના રિસેપ્શનિસ્ટને ટાંકીને જણાવ્યું છે કે, અભિનેત્રીને 27મી તારીખે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને તબીબે તેમને હવે મૃત જાહેર કરી છે. અહેવાલો અનુસાર, તેમના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શેફાલીના અચાનક દુનિયા છોડી દેવાથી મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પતિ પરાગ ત્યાગી હોસ્પિટલમાં દેખાયો
કૂપર હોસ્પિટલથી શેફાલી જરીવાલાના પતિનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કારમાં બેઠેલો અને તૂટેલો દેખાય છે. કારની અંદર બેઠેલો પરાગ પોતાના ઉદાસ ચહેરાને હાથથી ઢાંકવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો.

સેલિબ્રિટીઓ આપી શ્રદ્ધાંજલિ
ગાયક રાહુલ વૈદ્યએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર અભિનેત્રીનો ફોટો પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે, 'રેસ્ટ ઇન પીસ, તમે અમને ખૂબ વહેલા છોડીને જતા રહ્યાં'
ગાયક મીકા સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, 'હું ખૂબ જ આઘાત અને દુઃખી છું, આપણો પ્રિય સ્ટાર અને એક સારો મિત્ર આપણને છોડીને ચાલ્યો ગયો.'

કાંટા લગા' ગીતથી થયા હતા ફેમસ
શેફાલી જરીવાલાએ 2002માં આવેલા 'કાંટા લગા' ગીતથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. લોકો આજે પણ આ રિમિક્સ ગીત સાંભળે છે. આ પછી, શેફાલી 2004માં આવેલી ફિલ્મ 'મુઝસે શાદી કરોગી'માં અક્ષય કુમાર અને સલમાન ખાન સાથે પણ જોવા મળી હતી.
View this post on Instagram
આ અભિનેત્રી 'બિગ બોસ 1૩' માં પણ જોવા મળી છે.
આ અભિનેત્રી સલમાન ખાનના લોકપ્રિય શો 'બિગ બોસ' ની 11 મી સીઝનમાં પણ સ્પર્ધક તરીકે જોવા મળી છે. સિદ્ધાર્થ શુક્લા પણ આ સીઝનમાં હતા અને તેઓ પણ આજ રીતે અચાનક ફાની દુનિયાને નાની વયે અલવિદા કહી ગયા હતા.





















