શોધખોળ કરો
કોમેડી કિંગ કપિલ શર્માએ પહેલીવાર શેર કરી દીકરીની તસવીર, ખૂબ જ ક્યૂટ છે નાનકડી પરી
કપિલે પોતાના શોમાં આવેલી દીપિકાને તેની દીકરીની તસવીર બતાવી હતી. જે બાદ દીપિકાએ કહ્યું હતું કે કપિલની દીકરી ખૂબ જ ક્યૂટ છે.

નવી દિલ્હીઃ કપિલ શર્મા અને ગિની ચત્રથની પુત્રી અનયારા શર્માની પહેલી તસવીર સામે આવી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કપિલ શર્માની પુત્રી હોવાના કારણે લોકો તેની તસવીરોની રાહ જોતા હતા. પુત્રીના જન્મ અંગે કપિલે ટ્વિટ કરીને લખ્યું કે, 'મને પુત્રી હોવાનું ધન્ય લાગે છે. હું તમારા આશીર્વાદ માંગુ છું. તમે બધા પ્રેમ આપજો, જય માતા દી'. કપિલે પુત્રીનો પહેલો ફોટો શેર કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, 'મારા જીગરના ટૂકડાને મળો.'
અગાઉ ગિન્નીની પ્રેગ્નેન્સી વખતે મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “અત્યારે હું મારી પત્ની સાથે રહેવા માગુ છું અને તેની કાળજી રાખું છું. અમે અમારા પહેલા બાળક માટે ખૂબ ઉત્સાહિત છે. જો કે, અમારા કરતાં વધુ ઉત્સુક મારી મમ્મી છે કારણકે તે આ દિવસની વર્ષોથી રાહ જોતી હતી.” ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બર 2018ના રોજ કપિલ અને ગિન્નીના લગ્ન હિંદુ અને શીખ વિધિથી જાલંધરમાં થયા હતા. બાદમાં કપલે અમૃતસર અને મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું.
કપિલે પોતાના શોમાં આવેલી દીપિકાને તેની દીકરીની તસવીર બતાવી હતી. જે બાદ દીપિકાએ કહ્યું હતું કે કપિલની દીકરી ખૂબ જ ક્યૂટ છે. વાયરલ થયેલી તસવીરોમાં કપિલની દીકરી પણ ખૂબ ક્યૂટ લાગી રહી છે. એક તસવીરમાં કપિલે તેની દીકરીને તેડેલી છે. તો બીજી તસવીરમાં કપિલના હાથમાં તેની દીકરી છે અને કોઈ મહિલા તેને મીઠાઈ ખવડાવી રહી છે.Adorable Our @KapilSharmaK9 with Baby Girl 👧 😍@KapilSharmaK9 @ChatrathGinni #BabyGirl #TheKapilSharmaShow pic.twitter.com/Z6YsOepUsw
— THE KAPIL SHARMA SHOW™ (@TKSS2_FC) January 14, 2020
અગાઉ ગિન્નીની પ્રેગ્નેન્સી વખતે મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “અત્યારે હું મારી પત્ની સાથે રહેવા માગુ છું અને તેની કાળજી રાખું છું. અમે અમારા પહેલા બાળક માટે ખૂબ ઉત્સાહિત છે. જો કે, અમારા કરતાં વધુ ઉત્સુક મારી મમ્મી છે કારણકે તે આ દિવસની વર્ષોથી રાહ જોતી હતી.” ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બર 2018ના રોજ કપિલ અને ગિન્નીના લગ્ન હિંદુ અને શીખ વિધિથી જાલંધરમાં થયા હતા. બાદમાં કપલે અમૃતસર અને મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. વધુ વાંચો





















