મીડિયા રિપોર્ટસનુ માનીએ તો ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ બાદ આલિયા અને રણબીરના પેરેન્ટ્સ મળશે અને અહીં બન્નેના સંબંધોની વાત થશે. આનાથી લાગી રહ્યું છે કે આ બન્ને સેલેબ્સ પોતાના રિલેશનને નેક્સ્ટ લેવલ પર લઇ જવા ઇચ્છે છે. જો બન્ને લગ્ન કરે છે તો બૉલીવુડમાં આ પૉપ્યૂલર જોડી બનશે.
2/5
રણબીરે પુછ્યું, 'તમે મારી ગર્લફ્રેન્ડને શુ સલાહ આપવા માગશો. ત્યારે કરણે કહ્યું કે, મને લાગે છે કે તમે દુનિયાના સૌથી સારા પતિ બનશો અને મે તમને આ એડવાઇસ આપી દીધી છે રણબીર. હવે કરણના આ જવાબથી લાગી રહ્યું છે કે રણબીર અને આલિયા લગ્ન કરવાનો પ્લાનિંગ બનાવી રહ્યાં છે. આ જવાબ પરથી જ બન્નેના લગ્નના પ્લાનિંગની પોલ ખુલી ગઇ છે.
3/5
આ વખતે કરણે તેના શૉમાં રણબીર કપૂરને ઇનવાટ કર્યો હતો, શૉમાં કરણે રણબીરને તેની લવ લાઇફ અને અફેર વિશે કેટલાક સવાલો પુછ્યા હતા, રણબીરે પોતાના સંબંધો વિશે બતાવવાનું શરુ કર્યું હતું. બાદમાં તેને કરણને પણ કેટલા સવાલો પુછ્યા હતા.
4/5
શૉમાં જ્યારે કરણે રણબીરને તેની ગર્લેફ્રેન્ડ અને રિલેશનશિપ વિશે પણ પુછ્યું. બાદમાં રણબીરે કરણની સાથે એક રેપિડ ફાયર રાઉન્ડ પણ રમ્યો. તેને સૌથી પહેલા કરણને તેના ફોનનો કૉડ પુછ્યો. ત્યારબાદ તેને પોતાની ગર્લફ્રેન્ડ વિશે એક દિલચસ્પ સવાલ કર્યો હતો.
5/5
મુંબઇઃ કરણ જોહર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ત્રણેયની મિત્રતા બૉલીવુડમાં ફેમસ છે. ત્રણેયે સાથે કામ કર્યુ છે, અવારનવાર કરણ જોહર આલિયા અને રણવીરના રિલેશનને લઇને નિવેદનો આપતો રહે છે. હાલમાં કરણ પોતાના ચેટ શૉ 'કૉલિંગ કરણ સિઝન 2'ને હૉસ્ટ કરી રહ્યાં છે, આ શૉમાં તેને આ બન્નેના સંબંધોની પોલ ખોલી દીધી હતી.