શોધખોળ કરો
Advertisement
VIDEO:શાહીદ કપૂર સાથે બ્રેકઅપના 13 વર્ષ બાદ પ્રથમ વખત બોલી કરીના કપૂર
વર્ષ 2007માં રિલીઝ થયેલી ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ વી મેટના શૂટિંગ દરમિયાન બંનેએ એકબીજા સાથે બ્રેકઅપ કરી લીધુ હતું.
મુંબઈ: બોલીવૂડ સ્ટાર શાહિદ અને કરિના કપૂરના રિલેશન વિશે બધા લોકો જાણે છે. વર્ષ 2007માં રિલીઝ થયેલી ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ વી મેટના શૂટિંગ દરમિયાન બંનેએ એકબીજા સાથે બ્રેકઅપ કરી લીધુ હતું. પરંતુ ત્યારબાદ પણ બંનેની મિત્રતાની ચર્ચાઓ થતી રહે છે. બ્રેકઅપ બાદ શાહિદ અને કરીના કપૂરે જબ વી મેટનું ગીત મૌજા હી મૌજાનું શૂટિંગ કર્યું હતું. આ ગીતમાં બંનેની કેમેસ્ટ્રીને આગ લગાવી દીધી હતી. બાદમાં બંને પોતાની જિંદગીમાં આગળ વધી ગયા હતા.
બ્રેક અપના 13 વર્ષ બાદ ફરી એક વખત કરીના કપૂર પોતાના અને શાહિદ કપૂરના બ્રેક એપ પર વાત કરતી જોવા મળી હતી. શાહિદ કપૂર સાથે બ્રેકઅપ વિશે વાત કરતા કરીનાએ કહ્યું, નસીબના પોતાના કેટલાક પ્લાન હોય છે અને જીવન તે પ્રમાણે જ ચાલે છે. 'જબ વી મેટ'ના શૂટિંગ દરમિયાનથી લઈને ફિલ્મ 'ટશન'ની વચ્ચે ઘણું બધું એવું થયું જેને કારણે અમે અમારા રસ્તા અલગ કરી લીધા.
કરિના કપૂરે આગળ કહ્યું, શાહિદે મને જબ વી મેટ કરવાનું સૂચન કર્યું હતું. તેણે મને સમજાવ્યું કે આ શાનદાર છે અને છોકરીનું કેરેક્ટર ખૂબ જ શાનદાર છે અને તારે આ કરવું જોઈએ. અને વાસ્તવમાં આ પ્રોજેક્ટને સાથ મળ્યો અને અમે બંનેએ આ ફિલ્મને પૂરી કરી.
કરીના કપૂરએ આ દરમિયાન એ પણ જણાવ્યું કે ફિલ્મ ટશન કંઈ રીતે તેનું જીવન બદલી નાખ્યું હતું. કરીનાએ જણાવ્યું આ ફિલ્મના માધ્યમથી તેની મુલાકાત તેના ડ્રીમ બોય સાથે થઈ. મને લાગે છે કે અમારે એ સમયે આજ પ્રકારની ફિલ્મ કરવી હતી. જ્યારે ટશન બનાવવામાં આવતી હતી...અને હું સૈફને મળી. કરિનાએ કહ્યું જબ વી મેટએ મારા કરિયરને બદલી નાખ્યું જ્યારે ટશનએ મારા જીવનને બદલી નાખ્યું. કારણ કે મારી સૈફ સાથે મુલાકાત થઈ, મારા સપના પુરા થયા અને મે તેની સાથે લગ્ન કર્યા. ફિલ્મ ટશનની શૂટિંગ દરમિયાન સેટ પર કરીનાને સૈફ સાથે પ્રેમ થઈ ગયો તો શાહિદ વર્ષ 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન સુધી સિંગલ રહ્યો હતો. શાહિદ અને મીરાના લગ્ન 2015માં થયા હતા, જ્યારે સૈફ અને કરીનાના લગ્ન 2012માં થયા હતા. બંને પોતાના બાળકો અને પરિવાર સાથે ખુશ છે.Kareena speaks unfiltered - shares experience of shooting Jab We Met and the change in her personal equation with Shahid Kapoor at the time. pic.twitter.com/9d86busbPI
— Kareena Kapoor Khan (@KareenaK_FC) February 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement