શોધખોળ કરો
Advertisement
હવે આ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતો જોવા મળશે કાર્તિક આર્યન...
મુંબઈઃ ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ની સ્વીટી બાદ એક્ટર કાર્તિક આર્યન નવી ઉંચાઈ પર પહોંચી ગયો છે. તેની આગામી ફિલ્મ ‘લુકા છિપી’ અંગે અત્યારથી જ ચર્ચા થવા લાગી છે જેમાં તે પ્રથમ વખત કૃતિ સેનન સાથે જોવા મળશે. ઉપરાંત તે ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની સાથે ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની રીમેકમાં પણ લીડ રોલમાં અને બિલકુલ અલગ અવતારમાં જોવા મળશે.
હવે એવું લાગી રહ્યું છે કે, ફિલ્મમેકર્સ કાર્તિકના ટેલેન્ટથી ખૂબ જ પ્રભાવિત છે અને આ જ કારણ છે કે તેને અનીસ બઝમી અને ભૂષણ કુમારની એક ફિલ્મ સાઈન કરી લીધી છે. મીડિયા અહેવાલ અનુસાર, અનીસે કાર્તિકને પોતાની આગમી ફિલ્મ માટે સાઈન કર્યો છે. એટલું જ નહીં, કહેવાય છે કે, તે આ ક્લાસિક રોમાન્ટિક કોમેડીમાં એક્ટ્રેસ દિશા પટાની સાથે રોમાન્સ કરતો જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion