શોધખોળ કરો
Advertisement
કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ 'લવ આજકલ'નું પ્રથમ પોસ્ટર રિલીઝ
બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ 'લવ આજકલ'નું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ 'લવ આજકલ'નું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ઈમ્તિયાઝ અલીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે 17 જાન્યુઆરીના રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી સારા અલી ખાને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
ફિલ્મ વર્ષ 2009માં આવેલી ફિલ્મ લવ આજકલની સિક્વલ છે. જેના પ્રથમ ભાગમાં સૈફઅલી ખાન અને દીપિકા પાદૂકોણ જોવા મળ્યા હતા. હવે આશરે 10 વર્ષ બાદ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. આ સિક્વલમાં સૈફની દિકરી સારા અલી ખાન લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી 1990થી 2020 સુધી સુધીની સ્ટોરી બતાવે છે. આ ફિલ્મથી કાર્તિક અને સારા પહેલીવાર સાથે દેખાઈ રહ્યાં છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સ દિનેશ વિજન અને ઈમ્તિયાઝ અલી છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion