શોધખોળ કરો
Advertisement
Coronavirus ના કારણે બંધ થયા જિમ તો કૈટરીના કૈફે ઘરે જ કર્યું વર્કઆઉટ, વાયરલ થયો વીડિયો
અભિનેત્રી કૈટરીના કૈફે પોતાના ઘરની અગાશી પર વર્કઆઉટ કરતી જોવા મળી હતી. કેટરિનાના આ વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
મુંબઈ: કોરોના વાયરસના કારણે દુનિયાભરના લોકોની લાઈફસ્ટાઈલમાં ઘણો બદલાવ આવ્યો છે. વાયરસથી બચવા આમ નાગરિકોથી લઈને સેલેબ્સ પણ મોટા ભાગનો સમય ઘરમાં પસાર કરી રહ્યા છે. એવામાં ફિટનેસને લઈને સજાગ રહેતી અભિનેત્રી કૈટરીના કૈફે પોતાના ઘરની અગાશી પર વર્કઆઉટ કરતી જોવા મળી હતી. કેટરિનાના આ વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામના માધ્યમથી કૈટરીના કૈફે પોતાના વીડિયો ફેન્સ સાથે શેર કર્યા છે. કૈટરીના કૈફ પોતાના ઘરની અગાશી પર કસરત કરી રહી છે. એનાથી કૈટરીનાએ કોરોનાથી પોતાનો બચાવ પણ કર્યો અને ફિટનેસને પ્રભાવિત પણ ન થવા દીધી.
અભિનેત્રીએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ઘર પર વર્ક આઉટ...જિમ નથી જઈ શકતી એટલે એ વર્કઆઉટ શેર કરી રહી છુ જે અમે ઘરે કરી રહ્યા છીએ. સુરક્ષિત રહો અને બની શકે તો એક્ટિવ પણ રહો.
વર્કફ્રંટની વાત કરવામાં આવે તો કૈટરીના કૈફ ફિલ્મ ભારતમાં જોવા મળી હતી. હવે કૈટરીના અક્ષય કુમારની સાથે સૂર્યવંશીમાં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion