કેટરીના કૈફે સ્ટાર અભિનેતા સાથે કરી લીધી સગાઇ? જાણો કોણ છે તે ને કેટરીનાએ શું કહ્યું
છેલ્લા કેટલાય સમયથી વાતો ચાલી રહી હતી કે કેટરીના અને વિક્કી કૌશલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે સગાઇની વાત સામે આવતા બધા ચોંકી ગયા છે.
Vicky Kaushal Katrina Kaif Engagement: એક્ટ્રેસ કેટરીના કૈફ બૉલીવુડમાંની સૌથી ફેવરેટ સ્ટારમાની એક છે, અને તેના દરેક ફેન્સ એ વાતનો ઇન્તજાર કરી રહ્યાં છે કે કેટરીના હવે ક્યારે લગ્ન કરી રહી છે. જોકે, એક્ટ્રેસે આ વાતને લઇને હજુ સુધી કોઇ ખુલાસો નથી કર્યો. પરંતુ એવી અફવા જરૂર ઉડી ગઇ છે કે કેટરીનાએ સ્ટાર એક્ટર વિક્કી કૌશલ સાથે સગાઇ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી વાતો ચાલી રહી હતી કે કેટરીના અને વિક્કી કૌશલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે સગાઇની વાત સામે આવતા બધા ચોંકી ગયા છે. કહેવાઇ રહ્યું છે કે કેટરીના અને વિક્કી કૌશલે સગાઇ કરી લીધી છે, પરંતુ કેટરીનાની ટીમે આ વાત પર મૌન તોડ્યુ છે.
કેટરીના અને વિક્કી એકબીજાને કરી રહ્યાં છે ડેટ-
એ તમામ લોકો જાણે છે કે, કેટરીનાએ હંમેશા પોતાની પર્સનલ લાઇફને પ્રાઇવેટ રાખવાની કોશિશ કરી છે, પરંતુ તે આમ કરવામાં સફળ ના થઇ શકી. હંમેશા તેના રિલેશનશીપને લઇને કંઇકને કંઇક અફવાઓ સાંભળવા પણ મળી છે. વળી વિક્કીએ વર્ષ 2019માં, તેને ખુદને સિંગલ બતાવી હતી અને ત્યારથી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે કેટરીના અને વિક્કી કૌશલ એકબીજાના પ્રેમમાં છે.
વિક્કી અને કેટરીનાના સિક્રેટ સગાઇ?
કેટલાય મીડિયા હાઉસના રિપોર્ટ અનુસાર કેટરીના અને વિક્કીએ એક સિક્રેટ સગાઇ કરી લીધી છે, જેવી આ ખબર મીડિયામાં આવી તો ઇન્ટરનેટ પર જોરદાર આગની જેમ ફેલાઇ ગઇ. જોકે, કેટરીના અને વિક્કીએ હજુ આના પર કોઇ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ તાજેતરમાં જ કેટરીનાની ટીમે આના પર ખુલીને વાત કરી છે.
કેટરીનાની ટીમે કર્યો ખુલાસો-
ઝૂમ એન્ટરટેન્ટમેન્ટની સાથે એક ઇન્ટરવ્યૂમાં કેટરીના કૈફની ટીમના પ્રવક્તાએ આને એક અફવા ગણાવી અને ફગાવી દીધી, ખુલાસો કર્યો કે કોઇ રોકા નથી થયો અને જલદી કેટરીના કૈફ ટાઇગર 3 ના શૂટિંગ માટે રશિયા જવા રવાના થવાની છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના પોતાની અપકમિંગ ફિલ્મ ટાઇગર 3ની શૂટિંગ રશિયામાં શરૂ કરશે.