શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસના કારણે સિંગર કેટી પેરીએ પોતાના લગ્ન રદ કર્યા
કોરોના વાયરસના પ્રભાવને કારણે આ સ્ટાર જોડીએ પોતાના ગ્રાન્ડ વેડિંગ આગામી વર્ષે કરવાની યોજના બનાવી છે
નવી દિલ્હીઃ હોલિવૂડ પોપ સિંગર કેટી પેરી અને એક્ટર Orlando Bloomએ કથિત રીતે પોતાના લગ્ન રદ કર્યા હતા. બંન્નેએ આ નિર્ણય કોરોના વાયરસના કારણે લીધો છે. કેટી અને Orlando Bloom જાપાનમા લગ્ન કરવાના હતા પરંતુ જાપાનમાં હાલમાં કોરોના વાયરસના કહેર વર્તાવી રહ્યો છે જેના કારણે બંન્નેએ લગ્ન રદ કર્યા છે.
એક સૂત્રએ કહ્યુ કે, કોરોના વાયરસના પ્રભાવને કારણે આ સ્ટાર જોડીએ પોતાના ગ્રાન્ડ વેડિંગ આગામી વર્ષે કરવાની યોજના બનાવી છે. હવે કેટી પેરી અને Orlando Bloom વર્ષ 2021માં લગ્ન કરશે. તે સમયે કેટી પેરી મા બની ચૂકી હશે.
નોંધનીય છે કે બુધવારે અમેરિકન સિંગર કેટી પેરીએ ફેન્સને સરપ્રાઇઝ ગિફ્ટ આપી હતી. તેમણે પોતાના નવા મ્યૂઝિક વીડિયો Never Worn White લોન્ચ કર્યો છે આ વીડિયો મારફતે તેણે પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. આ સાથે કેટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાઇવ ચેટ દરમિયાન પોતાનો બેબી બંમ્પ બતાવ્યો હતો. આ કેટી પેરીનું પ્રથમ સંતાન હશે જ્યારે તેના બોયફ્રેન્ડ Orlando Bloomનું બીજું સંતાન હશે. નોંધનીય છે કે કેટી પેરી અને Orlando Bloomએ ફેબ્રુઆરી 2019માં સગાઇ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion