દરિયાદિલ Keerthy Suresh 'દશેરા'ની ટીમને વહેંચ્યા 75 લાખના સોનાના સિક્કા! પછી થઈ ભાવુક
ફિલ્મ 'દશેરા'ને લઈને ચર્ચામાં રહેલી અભિનેત્રી કીર્તિ સુરેશે આખી ટીમને 10-10 ગ્રામના સોનાના સિક્કા વહેંચ્યા છે
ફિલ્મ 'દશેરા'ને લઈને ચર્ચામાં રહેલી અભિનેત્રી કીર્તિ સુરેશે આખી ટીમને 10-10 ગ્રામના સોનાના સિક્કા વહેંચ્યા છે. જેની કિંમત 75 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. કીર્તિ સુરેશની ફિલ્મ 30મી માર્ચે સમગ્ર ભારતમાં રિલીઝ થશે. આમાં તેની સામે 'મક્કી' ફેમ નાની છે.
View this post on Instagram
અભિનેત્રી કીર્તિ સુરેશ ટૂંક સમયમાં નાની સાથે ફિલ્મ 'દશેરા'માં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. નાની અને કીર્તિ સુરેશની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કીર્તિ સુરેશ તેની ફિલ્મ 'દશેરા'માં આપેલા અભિનયથી એટલા ખુશ છે કે તેણે ફિલ્મના યુનિટ સભ્યોને દરેક 10 ગ્રામના 130 સોનાના સિક્કા વહેંચ્યા છે.
IANS ના અહેવાલો મુજબ કીર્તિ સુરેશને લાગ્યું કે તેણે એવા લોકો માટે કંઈક ખાસ કરવું જોઈએ જેમણે 'દશેરા'માં તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. આટલું જ નહીં કીર્તિ સુરેશ પણ ફિલ્મના શૂટિંગના છેલ્લા દિવસે ભાવુક થઈ ગઇ હતી. પછી તેણે ફિલ્મની ટીમને સોનાના સિક્કા વહેંચવાનું નક્કી કર્યું હતું. અહેવાલો અનુસાર કીર્તિ સુરેશે ફિલ્મની ટીમને 70-75 લાખના સોનાના સિક્કા વહેંચ્યા હતા.
View this post on Instagram
'દશેરા' 30 માર્ચે રિલીઝ થશે
'દશેરા' મૂળ તેલુગુ ભાષામાં બનાવવામાં આવી છે, પરંતુ તે સમગ્ર ભારતમાં રિલીઝ થશે. કીર્તિ સુરેશ આ ફિલ્મમાં વેનેલા નામના પાત્રના રોલમાં છે. તે શ્રીકાંત ઓડેલા દ્વારા દિગ્દર્શિત એક એક્શન એડવેન્ચર ડ્રામા છે. શ્રીકાંતે 'દશેરા'ની વાર્તા લખી છે. ફિલ્મની વાર્તા તેલંગાણામાં ગોદાવરીખાની પાસે આવેલી સિંગરેની કોલસાની ખાણોની આસપાસ ફરે છે. તે 30 માર્ચે રિલીઝ થશે.
રામ ચરણે સોનાના સિક્કા વહેંચ્યા અને કમલ હાસને બાઇક આપી
જે રીતે કીર્તિ સુરેશે તેની ફિલ્મની ટીમને સોનાના સિક્કા વહેંચ્યા તો બીજી તરફ રામ ચરણે પણ કંઈક એવું જ કર્યું. તેણે RRR ટીમને 11.6 ગ્રામ સોનાના સિક્કા ભેટમાં આપ્યા હતા. એટલું જ નહીં રામ ચરણે ફિલ્મની આખી ટીમને હૈદરાબાદ સ્થિત પોતાના ઘરે નાસ્તા માટે પણ આમંત્રણ આપ્યું હતું. અભિનેતા કમલ હાસને પણ કંઈક આવું જ કર્યું હતું. જ્યારે તેણે તેની ફિલ્મ 'વિક્રમ'ની બ્લોકબસ્ટર સફળતા પછી દિગ્દર્શક લોકેશ કનાગરાજને એક નવી કાર ભેટમાં આપી હતી, ત્યારે તેણે 13 સહાયક દિગ્દર્શકોને બાઈક ભેટમાં આપી હતી. એટલું જ નહીં કમલ હાસને કો-સ્ટાર સુર્યાને રોલેક્સ ઘડિયાળ ભેટમાં આપી હતી.
કોણ છે કીર્તિ સુરેશ?
કીર્તિ સુરેશ સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે. તમિલ અને તેલુગુ સિવાય તેણે મલયાલમ સિનેમામાં પણ ઘણી ફિલ્મો કરી છે. કીર્તિ સુરેશ માત્ર અભિનેત્રી જ નથી પરંતુ ડાન્સર અને પ્લેબેક સિંગર પણ છે. કીર્તિ સુરેશે 2000ના દાયકામાં બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. કીર્તિ સુરેશે તેલુગુ ફિલ્મ મહાનતી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો હતો. કીર્તિ સુરેશના પિતા સુરેશ કુમાર દક્ષિણના જાણીતા ફિલ્મ નિર્માતા છે, જ્યારે માતા મેનકા સુરેશ જાણીતી અભિનેત્રી છે. કીર્તિ સુરેશ એક ફેશન ડિઝાઇનર પણ છે.