Kim Kardashianની હમશકલ મોડલ ક્રિસ્ટીના અશ્ટેનનું અવસાન, સુંદર દેખાવાની જિદે લીધો જીવ
Kim Kardashian Lookalike: કિમ કાર્દાશિયન જેવી દેખાતી મોડલ ક્રિસ્ટીનાએ 34 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. લોકપ્રિય અભિનેત્રી કિમ જેવી દેખાવા માટે તેણે ઘણી પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.
Kim Kardashian Lookalike Christina Ashten: કિમ કાર્દાશિયનની લુકલાઈક ગણાતી ક્રિસ્ટીના અશ્ટેનનું 34 વર્ષની વયે અવસાન થયું છે. કિમ કાર્દાશિયન હોલીવુડની જાણીતી અભિનેત્રી છે. લોકો તેની સુંદરતાના દિવાના છે. ઘણા લોકો તેના જેવા દેખાવાની ઈચ્છા રાખે છે. મોડલ ક્રિસ્ટીનાની પણ આવી જ ઈચ્છા હતી. તેણે ઘણી પ્લાસ્ટિક સર્જરી કરીને કિમ જેવું ફિગર અને ચહેરો મેળવ્યો હતો. સર્જરી બાદ તે બિલકુલ કિમ જેવી દેખાવા લાગી હતી. આ કારણે તેને સારી ફેન ફોલોઈંગ પણ મળી હતી. કિમ જેવા દેખાવા માટે અનેક પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ તે વિશ્વભરમાં જાણીતો ચહેરો બની ગઈ હતી. જોકે ક્રિસ્ટનનું મૃત્યુ માત્ર 34 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.
View this post on Instagram
પરિવારજનોએ માહિતી આપી હતી
એશ્ટનના પરિવારે કહ્યું, '20 એપ્રિલની સવારે અંદાજે 4:31 વાગ્યે અમારા પરિવારને પરિવારના એક સભ્યનો દુઃખદ ફોન આવ્યો, જે ખૂબ જ જોરથી ચીસો પાડતો અને રડતો હતો.... તેણે કહ્યું કે એશ્ટન મરી રહી છે.... એક ફોન કૉલ જેણે તરત જ અમારી દુનિયાને વિખેરી નાખી અને અમારા જીવનમાં અમારા પરિવારને કાયમ માટે છોડી દીધી.
કિમ જેવા દેખાવા માટે આટલા પૈસા ખર્ચ્યા હતા
કિમ કાર્દાશિયન જેવી સુંદર દેખાવા માટે ક્રિસ્ટને 11.12 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જેના કારણે તેની કોસ્મેટિક સર્જરી કરવામાં આવી હતી. જો કે ત્યારથી તેને ઘણી તબીબી સમસ્યાઓ હતી.
View this post on Instagram
12 સર્જરી કરાવનાર સેન્ડ વોનનું થોડા સમય પહેલા અવસાન થયું હતું
કેનેડિયન એક્ટર સેન્ડ વોન પણ BTS ગાયક જિમિન જેવા દેખાવા માટે 12 કોસ્મેટિક સર્જરી કરાવે છે. જેમાં જડબાની સર્જરી, ઈમ્પ્લાન્ટ, ફેસ લિફ્ટ, નોઝ સર્જરી, આંખ લિફ્ટ, આઈબ્રો લિફ્ટ, લિપ રિડક્શન અને બીજી ઘણી બધી સર્જરીઓ સામેલ હતી. તેનું પણ થોડા સમય પહેલા અવસાન થયું હતું. આ સમાચારથી તેના ચાહકો દુઃખી થયા હતા. જોકે, થોડા દિવસો બાદ કિમ કાર્દાશિયન જેવી દેખાતી ક્રિસ્ટનના મૃત્યુથી તેના ચાહકોને પણ આઘાત લાગ્યો છે.