શોધખોળ કરો
Advertisement

રણબીર અને આલિયા આ જગ્યાએ સેલિબ્રેટ કરશે ક્રિસમસ અને ન્યૂયર, જાણો વિગત

1/4

અહેવાલ મુજબ, વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને આલિયા અને રણબીર ક્રિસમસ પહેલા ન્યૂયોર્ક જશે. જ્યાં તેઓ સારવાર કરાવી રહેલા રણબીરના પિતા ઋષિ કપૂર અને માતા નીતૂ સાથે ક્રિસમસ અને ન્યૂયર સેલિબ્રેટ કરશે.
2/4

મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધ હવે જગજાહેર થઈ ગયા છે. તાજેતરમાં આલિયાએ ચેટ શો કોફી વિથ કરણમાં રણબીર સાથે તેની રિલેશનશિપની વાત પર મહોર મારી દીધી હતી. હવે આ કપલ ખુલીને એકબીજા સાથે હેંગઆઉટ કરતાં જોવા મળે છે. આ બંને ક્રિસમસ અને ન્યૂ યર સાથે મનાવે તેવા પણ અહેવાલ છે.
3/4

રણબીરને લઈ આલિયાની મા સોની રાજદાન પણ તેનું રિએક્શન આપી ચુકી છે. તેણે એક્ટરને ગુડ બોય ગણાવ્યો હતો. બીજી બાજુ મહેશ ભટ્ટ પણ કહી ચુક્યા છે કે આલિયાના ફેંસલાનું તેઓ સન્માન કરે છે.
4/4

આલિયાની સાથે રણબીરના પેરેન્ટ્સે પણ બંનેના સંબંધને મંજૂરી આપી ચુક્યા છે. આ કારણે આલિયા ઘણીવાર રણબીરના માતા-પિતા સાથે સમય ગાળતી જોવા મળે છે. થોડા દિવસો પહેલા આલિયા તેની ફિલ્મ કલંકના શૂટિંગનો એક હિસ્સો પૂરો કર્યા બાદ સીધી ન્યૂયોર્ક ગઈ હતી. જ્યાં તે રણબીરની સાથે ઋષિ અને નીતૂને પણ મળી હતી. નીતૂ આલિયાની તસવીરો પર કમેન્ટ અને લાઇક પણ કરે છે.
Published at : 05 Dec 2018 07:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
