શોધખોળ કરો
આ બોલિવૂડ એક્ટર સાથે લગ્ન કરવા માગે છે સારા અલી ખાન?
1/3

નવી દિલ્હીઃ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણની છઠ્ઠી સીઝનમાં આ વખતે સેલેબ્સ જોડીઓમાં આવી રહ્યા છે. શોમાં અત્યાર સુધી અનેક મોટા સ્ટાર્સ આવી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા આમિર ખાન પણ શોમાં આવ્યો હતો. શોના આગામી એપિસોડમાં બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન પોતાની દીકરી સારા અલી ખાન સાથે જોવા મળશે. આ દરમિયાન દર્શકોને બાપ દીકરીની વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળશે. ઉપરાંત સારા પણ પોતાની પર્સનલ લાઈફ અને લાઈક્સ ડિસલાઈક્સ પર વાત કરતી જોવા મળશે. સારા ફિલ્મ કેદારનાથથી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે.
2/3

શોના પ્રોમો વીડિયોમાં કરણ જૌહરે સેફને પૂછ્યું કે સારાના બોયફ્રેન્ડને ક્યા ક્યા સવાલ પૂછશો. સૈફે કહ્યું કે, પોલિટિકલ વ્યૂઝ વિશે અને ડ્રગ્સ વિશે. ત્રીજો સવાલ કરણને સજેસ્ટ કરતાં સૈફે કહ્યું કે, રૂપિયા વિશે પૂછવું પણ એક સારો સવાલ હશે.
3/3

ત્યાર બાદ સારાએ પોતાની ચોઈસ વિશે જણાવ્યું. તેણે કહ્યું કે, તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા માગે છે પરંતુ તેને ડેટ કરવા નથી માગતી. તે કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે. સૈફે આ પહેલાના સવાલને તેમાં કનેક્ટ કરતાં કહ્યું- જો તમારી પાસે રૂપિયા છે તો તેને (સારા)ને લઈ જઈ શકે છે. તેના પર સારાએ રિએક્ટ કરતાં સૈફને કહ્યું- તમારે આ બધું બંધ કરવું જોઈએ, આ ખોટું છે.
Published at : 12 Nov 2018 10:02 AM (IST)
View More
Advertisement





















