શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસના નખરાથી પરેશાન પ્રોડ્યૂસરે ફિલ્મમાંથી કરી હકાલપટ્ટી, અમિતાભ બચ્ચન પણ.....
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કૃતિ વધારે નખરા કરી રહી હતી અને તેની ટીમે તેની ડેટ્સની સાથે પણ અવ્યવસ્થા કરી નાખી હતી.
નવી દિલ્હીઃ કૃતિ ખરબંદા હાલ પોતાની રીલિઝ થયેલી ફિલ્મ 'હાુસફુલ ૪'ની સફળતાનો આનંદ માણી રહી છે. આ ઉપરાંત તે પોતાની આવનારી મલ્ટીસ્ટારર ફિલ્મ 'પાગલપંતી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.આ ફિલ્મ પછી કૃતિ અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ 'ચહેરે'માં કામ કરવાની હતી. પરંતુ તેને આ ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી છે. ૉ
સૂત્રની વાત સાચી માનીએ તો, કૃતિ ખરબંદા અમિતાભ-ઇમરાનની ફિલ્મમાં કામ કરવાની હતી. પરંતુ તેની સેટ પરની વર્તણૂકે ફિલ્મની ટીમને હેરાન-પરેશાન કરી નાખી હતી.
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કૃતિ વધારે નખરા કરી રહી હતી અને તેની ટીમે તેની ડેટ્સની સાથે પણ અવ્યવસ્થા કરી નાખી હતી જેના કારણે તેને ફિલ્મ બહારનો રસ્તો દેખાડી દેવાયો. રિપોર્ટ્સમાં તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમેકર્સે કૃતિની ઘણી ડિમાન્ડ માની લીધી હતી પરંતુ ફાઈનલી તેની સાથે કામ કરવાનું શક્ય થયું નહીં.
એમ પણ કહેવાય છે કે, ફિલ્મના ઘણા મુદ્દા પર કૃતિ અને ફિલ્મના દિગ્દર્શક રૂમી જાફરી વચ્ચે વિવાદ થયો હતો. આ પછી નિર્માતાએ કૃતિને ફિલ્મમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો. હવે ફિલ્મની ટીમ નવી હિરોઇનની શોધ કરી રહી છે.
કૃતિએ ફિલ્મના પહેલા શેડ્યૂસનું શૂટિંગ પણ કરી લીધું હતું પરંતુ હવે નવી હીરોઈન સાથે આ પાર્ટનું ફરીથી શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement