શોધખોળ કરો
Advertisement
લતા મંગેશકરે મહારાષ્ટ્ર CM રિલીફ ફંડમાં આપ્યા 25 લાખ રૂપિયા, લોકોને મદદ કરવા કરી અપીલ
ભારતમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. આ મહામારીનો સામનો કરવા માટે સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિ અને સેલેબ્સ પણ સરકારની આર્થિક મદદ કરી રહ્યા છે.
મુંબઈ: ભારતમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. આ મહામારીનો સામનો કરવા માટે સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિ અને સેલેબ્સ પણ સરકારની આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે સિંગર લતા મંગેશકરે કોરોના વાયરસ સામેની લડાઈમાં આર્થિક મદદ કરી છે. તેમણે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
લતા મંગેશકરે ટ્વિટ કરતા લખ્યું, આ સમયમાં સરકારની મદદ કરવી આપણું કર્તવ્ય છે. હું મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા આપું છું. દરેકને વિનંતી કરું છું કે આપણે કોરોના સામેની લડાઈમાં સરકારની બની શકે તેટલી મદદ કરવી જોઈએ.
બોલિવૂડમાંથી આ પહેલાં રિતીક રોશન, અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, ગુરુ રંધાવા, વરુણ ધવન, વિકી કૌશલ, રાજકુમાર રાવ, કેટરિના કૈફ સહિત અનેક સેલેબ્સે આર્થિક મદદ કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement