શોધખોળ કરો
Advertisement
Lockdown: અનુષ્કા શર્માએ રસોડાની કાતરથી કોહલીના વાળ કાપીને શું લખ્યું ? જાણો વિગતે
દેશભરમાં કોરોના વાયરસના ખતરાના કારણે 21 દિવસનું Lockdown જાહેર કરવામાં આવ્યું છે. એવામાં ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર્સ સહિત તમામ સેલિબ્રિટી ઘરમાં જ રહીને સમય પસાર કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં 21 દિવસનું Lockdown જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર્સ સહિત તમામ સેલિબ્રિટી ઘરમાં જ રહીને સમય પસાર કરી રહ્યા છે. રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ ઐયર બાદ વિરાટ કોહલીએ પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે.
વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. અનુષ્કા શર્માએ તેના ટ્વિટર હેન્ડલ પરથી વિરાટના હેર કટનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કેપ્ટન કોહલીના માથાના વાળ કાપી રહી છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, જુઓ કવોરેંટાઈન તમારી પાસે શું કરાવી શકે છે. હેર કટ અને તે પણ રસોડાની કાતરથી.
તેમના આ વીડિયો પર લોકો અનેક કમેન્ટ કરી રહ્યા છે. ચાલુ વર્ષે આઈપીએલમાં કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નેતૃત્વ કરવાનો હતો પરંતુ કોરોના વાયરસના કારણે હવે ટુર્નામેન્ટ રદ્દ કરવી પડી શકે તેમ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement