શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં પણ ટેક્સ ફ્રી થઈ અજય દેવગન-સૈફ અલી ખાનની ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’
આ પહેલા ઉત્તરપ્રદેશ સરકારે પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. 'તાનાજી- ધ અનસંગ વૉરિયર' બૉક્સ ઓફિસ પર હાલ જબરદસ્ત ધમાલ મચાવી રહી છે.

મુંબઈ: અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ને મહારાષ્ટ્ર સરકારે ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની સરકારની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા ઉત્તરપ્રદેશ સરકારે પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. 'તાનાજી- ધ અનસંગ વૉરિયર' બૉક્સ ઓફિસ પર હાલ જબરદસ્ત ધમાલ મચાવી રહી છે. બૉક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ફિલ્મએ રવિવારે 16.36 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જેથી ફિલ્મએ 166 કરોડ રૂપિયા કમાઇ લીધા છે.
તાબડતોડ કલેક્શન બાદ હવે અજયની ફિલ્મ વધુ એક સિદ્ધિ મેળવવાની નજીક પહોંચી છે, એટલે 'તાનાજી' બહુ જલ્દી 200 કરોડની ક્લબમાં સામેલ થઇ જશે. આ આંકડો પાર થયા બાદ અજયની આ બીજી ફિલ્મ બનશે જે 200 કરોડના ક્લબમાં સામેલ થઇ હોય. આ પહેલા અજય દેવગન અને રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેને 205 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી, 100 કરોડ ક્લબમાં સામેલ થયેલી અજયની આ 5મી ફિલ્મ છે. આ પહેલા દે દે પ્યાર દે, ટૉટલ ધમાલ, રેડ અને ગોલમાલ અગેન 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ચૂકી છે.Maharashtra Government makes film 'Tanhaji' tax-free in the state. pic.twitter.com/l3DttfvXJW
— ANI (@ANI) January 22, 2020
વધુ વાંચો





















