શોધખોળ કરો
બોલિવૂડની આ એક્ટ્રેસે પતિ સાથે આ અંદાજમાં મનાવી મહાશિવરાત્રિ, તસવીર સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

નવી દિલ્હીઃ ગઈકાલે દેશભરમાં મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરી. મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. જ્યારે બોલિવૂડની ડિંપલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિંટાએ પણ મહાશિવરાત્રિની અલગ જ અંદાજમાં ઉજવણી કરી. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા તેણે પોતાના ફેન્સને મહાશિવરાત્રિની શુભકામના પણ આપી.
પ્રીતિએ પતિ સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર્ શેર કરી જેમાં બન્ને એક જ થીમની ટીશર્ટમાં જોવા મળી રહ્યા છે. પ્રીતિએ પીળા અને પતિએ સફેદ રંગનું ટીશર્ટ પહેર્યું છે અને બન્નેના ટીશર્ટ પર ભગવાન શિવની તસવીર બનેલ છે. તસવીરની સાથે લખ્યું છે, હર-હર મહાદેવ. પ્રીતિના આ ટ્વીટને અનેક લાઈક્સ મળ્યા અને તેને ખૂબ શેર કરવામાં આવી. પ્રીતિ છેલ્લે ફિલ્મ ભઈયાજી સુપરહિટમાં કામ કરતી જોવા મળી હતી. પ્રીતિએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘ભગવાન શિવની સુગંધ બધા કુવિચારને અને નકારાત્મકતાઓને નષ્ટ કરે અને અમારા અને અમારા પરિવારની આસ પાસના વાતાવરણમાં પ્રેમ, સકારાત્મકતા અને ઉલ્લાસનો ભાવ પેદા કરે. તમને બધાને મહાશિવરાત્રિની અનેક-અનેક શુભેચ્છાઓ..’May the essence of Lord Shiva destroy all evil thoughts & negativity from within us and spread love, positivity and happiness within us, our family and our surroundings. A very happy 🕉 #Mahashivratri to you and your family 🙏 जय भोले नाथ #HarHarMahadev #महाशिवरात्रि #ting pic.twitter.com/ogMENO0cOw
— Preity G Zinta (@realpreityzinta) March 4, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement