શોધખોળ કરો
Advertisement
મલાઇકા-અર્જુનના લગ્નની તારીખ આવી સામે, આ દિવસે લઇ શકે છે 7 ફેરા
મુંબઈઃ મલાઇકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. તેમના લગ્નની ચર્ચા કેટલાય સમયથી થયા કરે છે. આ વખતે પણ આ પ્રેમીપંખીડા 19 એપ્રિલના લગ્ન કરે તેવી વાત બહાર આવી છે. જોકે બંન્નેમાંથી એકે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો નથી. તેમજ બોની કપૂરે આ વાતને પાયાવિહોણી ગણાવી છે. 45 વર્ષીય મલાઇકા પોતાના કરતા 12 વર્ષ નાના અર્જુન સાથે ડેટ કરી રહી છે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર મલાઇકા અને અર્જુન 19મી એપ્રિલના લગ્ન કરશે. આ લગ્ન ક્રિશ્ચિયન વિધિ પ્રમાણે થશે. આ લગ્નમાં મલાઇકા અને અર્જુન તરફથી લોકોને આમંત્રણ પાઠવી દેવામાં આવ્યા છે. આ લગ્નમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, રણવીર સિંહ, દીપિકા પદુકોણના નામ સામેલ છે.
મલાઇકાના અર્જુન કપૂર સાથે આ બીજા લગ્ન હશે. તેણે સલમાન ખાનના ભાઇ અરબાઝ સાથે પહેલા લગ્ન કર્યા હતા. જેનાથી તેને એક પુત્ર પણ છે. મલાઇકા અને અરબાઝે છૂટા પડયા પછી પોતપોતાના રસ્તા શોધી કાઢ્યા છે. મલાઇકા અર્જુન સાથે ફરી ઘર વસાવશે અને અરબાઝ હાલ વિદેશી યુવતી સાથે ડેટ કરી રહ્યો છે.
અર્જુન કપૂર હાલ આશુતોષ ગોવારિકરની પાનીપતમાં કામ કરી રહ્યો છે, જ્યારે મલાઇકા છેલ્લે વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખાના એક ગીતમાં જોવા મળી હતી.
હેમા માલિનીની સંપત્તિમાં 5 વર્ષમાં કેટલો થયો વધારો ? અબજોપતિની લિસ્ટમાં થઈ સામેલ, જાણો વિગત
આ એક્ટ્રેસ આજે જોડાઈ કોંગ્રેસમાં, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી
ગુજરાતમાં ભાજપે એક સામટા ત્રણ સાંસદોના પત્તા કાપ્યા, કયા નવા ચહેરાઓને મળી ટિકીટ ?
એક્ટ્રકેસ ઉર્મિલા માતોંડકર જોડાઇ કોંગ્રેસમાં, ક્યાંથી લડશે લોકસભાની ચૂંટણી? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement