શોધખોળ કરો
Advertisement
અર્જૂન સાથે અફેર પર આ એક્ટ્રેસે તૌડ્યું મૌન, ખુદ જણાવ્યું કેવી રીતે કરશે લગ્ન.....
મલાઇકાએ કહ્યું કે મારી ડ્રીમ વેડિંગ બીચ પર થશે. અને તે વ્હાઇટ વેડિંગ હશે.
મુંબઈઃ મલાઈકા અરોરાપ અને અર્જુન કપૂર એક બીજાને છેલ્લા ઘણાં સમયથી ડેટ કરી રહ્યા છે. ઘણી વખત બન્ને એક બીજા સાથે કોઈ પાર્ટીમાં કે કોઈ રેસ્ટોરન્ટની બહાર જોવા મળે છે. હાલમાં જ મલાઈકા અરોરાએ નેહા ધૂપિયાના ચેટ સો ‘નો ફિલ્ટર નેહા’માં પહોંચી હતી. આ દરમિયાન મલાઈકાએ પોતાના લગ્ન વિશે ખુલાસો કર્યો. મલાઈકાએ કહ્યું કે, કેવી રીતે લગ્ન કરવા માગે છે.
મલાઇકાએ કહ્યું કે મારી ડ્રીમ વેડિંગ બીચ પર થશે. અને તે વ્હાઇટ વેડિંગ હશે. લગ્નમાં મારે Elie Saab Gown પહેરવો છે. મલાઇકાએ કહ્યું કે મારી ગર્લગેંગ મારી બ્રાઇડ્સમેડ બનશે. મને બ્રાઇડ્સમેડનો કૉન્સેપ્ટ ખૂબ જ પસંદ છે. અને મને વ્હાઇટ વેડિંગ જોઇએ છે.
વધુમાં આ ચેટ શોમાં અર્જૂન કપૂર વિષે બોલતા મલાઇકાએ કહ્યું હતું કે અર્જૂનને લાગે છે કે હું તેની સારી તસવીરો નથી લેતી, જ્યારે તે મારી બેસ્ટ ફોટો ક્લિક કરે છે.
તમને જણાવી દઇએ કે મલાઇકાએ હાલમાં જ પોતાની રોમાન્ટિક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં મલાઇકા સેલ્ફી લે છે અને અર્જૂન તેમના માથા પર પ્રેમથી ચૂમી રહ્યા છે. ફોટો શેર કરતી વખતે અર્જૂને દિલનું ઇમોજી પણ કેપ્શનમાં મૂક્યું હતું. આ ફોટો પર ફેન્સથી લઇને બોલિવૂડના સેલેબ્સે ખૂબ કોમેન્ટ કરી હતી. અને લોકોએ આ તસવીર ખૂબ પસંદ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement