શોધખોળ કરો
Advertisement
Mirzapur 2 : આ વખતે ‘મિર્ઝાપુર-2’માં નજર આવશે આ નવા ચેહરા, જાણો સીરીઝના ટોપ એક્ટર્સ વિશે
આ વખતે મિર્ઝાપુર-2 (Mirzapur 2)માં કેટલાક નવા ચેહરા નજર આવશે. ત્યારે જાણો કોણ છે મિર્ઝાપુર-2ના ટોપ એક્ટર્સ વિશે.
લાંબી પ્રતિક્ષા બાદ એમેઝોન પ્રાઈમ વીડિયોએ પોતાની લોકપ્રિયા વેબ સીરીઝ મિર્ઝાપુર (Mirzapur)ની બીજો ભાગ 23 ઓક્ટોબરે રિલીઝ થઈ રહ્યો છે. આ વખતે મિર્ઝાપુર-2 (Mirzapur 2)માં કેટલાક નવા ચેહરા નજર આવશે. ત્યારે જાણો કોણ છે મિર્ઝાપુર-2ના ટોપ એક્ટર્સ.
વિજય વર્મા
છેલ્લા કેટલાક સમયથી વિજય વર્માનું નામ ઘણુ ચર્ચા છે. તેની ચર્ચા રણવીર સિંહ સ્ટારર ગલી બોયથી શરુ થઈ. ત્યાર બાદ તે નેટફ્લિક્સની એનથોલોજી ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝમાં નજર આવ્યો હતો. તાજેતરમાં ફિલ્મ યારા પણ વિજય નજર આવ્યો હતો. તે સિવાય તે એ સૂટેબલ બોયમાં નજર આવશે.
પ્રિયાંશુ પેનયુલી
મિર્ઝાપુર-2 માં પ્રિયાંશુ પેનયુલી (Priyanshu Painyuli)ની નવી એન્ટ્રી છે. તે તાજેતરમાં જ નેટફ્લિક્સ પર આવેલી આઈ ક્રિસ હેમ્સવર્થ અને એક્સટ્રેક્શનનો હિસ્સો બની હતી. તેમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી.
ઈશા તલવાર
ફિલ્મ ‘આર્ટિકલ 15’ ફેમ ઈશા તલવાર પણ મિર્ઝાપૂર-2મા નજર આવશે. ઈશા થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી નેટફ્લિક્સન ફિલ્મ ‘કામયાબ’માં પણ નજર આવી હતી.
પંકજ ત્રિપાઠી
મિર્ઝાપૂર-2માં જૂની કાસ્ટમાં પંકજ ત્રિપાઠી કાલની ભૈયા બનીને વેબ સીરીઝની દુનિયામાં કોહરામ મચાવશે. પંકજ ત્રિપાઠીએ સફળ ફિલ્મી કેરિયરમાં ઘણા દમદાર રોલ કર્યા છે. મિર્ઝાપુરમાં ભજવેલા રોલથી તેમને જબરજસ્ત લોકપ્રિયતા મળી છે.
તે સિવાય અલી ફજલ, દિવ્યાંન્દુ શર્મા, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, હર્ષિતા શેખર ગૌર, અમિત સિયાલ, અંજુમ શર્મા, શીબા ચડ્ડા, મનુ ઋષિ ચઠ્ઠા અને રાજેશ તેલંગ જેવા એક્ટર વાપસી કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement