શોધખોળ કરો
અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ'એ તોડ્યો શાહિદ કપૂરની 'કબીર સિંહ'નો રેકોર્ડ
15 ઓગસ્ટે અક્ષયની મિશન મંગલ અને જોન અબ્રાહમની બાટલા હાઉસ એક સાથે રીલિઝ થઇ હતી. અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ 100 કરોડ ક્લબમાં સામેલ થવાની નજીક છે.

મુંબઈ: અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ 100 કરોડ ક્લબમાં સામેલ થવાની નજીક છે. રવિવાર સુધીમાં ફિલ્મે 96.50 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મિશન મંગલે આ વર્ષે રવિવારના દિવસે સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહે રિલીઝના પ્રથમ રવિવારે 27.25 કરોડની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મ મિશન મંગલે માત્ર થોડા અંતરે પાછળ છોડતા આશરે 27.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે અક્ષયની મિશન મંગલ અને જોન અબ્રાહમની બાટલા હાઉસ એક સાથે રીલિઝ થઇ હતી. આ અગાઉ અક્ષયની ગોલ્ડ અને જોનની સત્યમેવ જયતેની ટક્કર થઇ હતી. બંન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.
વધુ વાંચો





















