નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હાલમાં મધ્ય પ્રદેશની રાજનીતિમાં ધૂમ મચાવી રહી છે. કરીનાનું ગ્લેમર અને ભોપાલ સાથે જોડાણને ધ્યાનમાં રાખતા ભોપાલના કોંગ્રેસના કાઉન્સિલર્સોએ કરીના કપૂર ખાનને ભોપાલથી લોકસભા ચૂંટણી લડાવવની માગ કરી છે. કરિના કપૂરના સસરા મન્સૂર અલી ખાન પટૌડી ભોપાલથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. જોકે, તેઓ હારી ગયા હતા.
2/4
ભોપાલના કેટલાક સ્થાનિક નેતા બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કરિનાને ભોપાલના સાંસદ તરીકે જોવા માગે છે. આ નેતાઓએ કરિનાને ભોપાલથી ટિકિટ આપવાની માગ હાઇકમાન્ડ સુધી પહોંચાડી દીધી છે. આની પાછળ તેમનો તર્ક એવો છે કે, ભોપાલની સીટ ભાજપ પાસેથી છીનવી હોય તો કોઇ આવો જ ચહેરો કોંગ્રેસ તરફથી મેદાને ઉતારવો પડશે.
3/4
કરિના કપૂરના સસરા અને પૂર્વ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી 1991માં ભોપાલથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. જોકે, પટૌડી હારી ગયા હતા. કરિના કપૂરના સસરા મન્સૂર અલી ખાન પટૌડી ભોપાલથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. જોકે, તેઓ હારી ગયા હતા.
4/4
આ નેતાઓનું નેતૃત્વ કાઉન્સિલર ગુડ્ડુ ચૌહાણ કરી રહ્યાં છે. કરિનાને ટિકિટ આપવાની માગ શહેરના કેટલાક કાઉન્સિલર્સે કરી છે. તેમણે કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને સીએમ કમલનાથ સમક્ષ આ અંગે પ્રસ્તાવ મૂક્યો છે. તેમનું માનવું છે કે, કરિનાને ટિકિટ આપીને ભાજપની સીટ છીનવી શકાય છે.