શોધખોળ કરો
Advertisement
તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ' રિલીઝ પહેલા મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી જાહેર કરાઈ
બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની ફિલ્મ થપ્પડને મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારે ટેક્સ ફ્રી જાહેર કરી છે.
ભોપાલ: રાજ્ય સરકાર ફિલ્મ રિલીઝ થયા બાદ તેને ટેક્સ ફ્રી જાહેર કરતી હોય છે. પરંતુ દીપિકાની છપાક અને અજયની તાનાજી રિલીઝ પહેલા ટેક્સ ફ્રી જાહેર કરાઈ હતી. હવે બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની ફિલ્મ થપ્પડને મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારે ટેક્સ ફ્રી જાહેર કરી છે.
આ ફિલ્મ ડોમેસ્ટિક વાયોલન્સ પર આધારિત છે. તાપસીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ડોમેસ્ટિક વાયલોન્સ મોટાભાગના ઘરોમાં થાય છે પરંતુ લોકો એમ કહેતા હોય છે કે આ બધું તેમના ઘરમાં નથી થતું. આ ફિલ્મમાં તાપસીને તેનો પતિ થપ્પડ મારે છે અને પછી તે પતિ સાથે રહેવા માગતી નથી. તેના પર આ ફિલ્મ આધારિત છે. તાપસી પન્નુની ફિલ્મ થપ્પડને ડાયરેક્ટર અનુભવ સિંહાએ ડિરેક્ટ કરી છે. અનુભવ સિંહાની ગયા વર્ષે ફિલ્મ આર્ટિકલ 15 રિલીઝ થઈ હતી. બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની આગામી ફિલ્મ ‘થપ્પડ’ 28 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.Haan bas EK THAPPAD ..... par nahi maar sakta !#Thappad#ThappadTrailer https://t.co/UhkJ84pTlP@anubhavsinha @itsBhushanKumar @pavailkgulati @deespeak @GeetikaVidya
— taapsee pannu (@taapsee) January 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement